
RSSએ કોંગ્રેસને સમર્થન આપ્યાના ‘ફેક પોલિટિકલ અભિયાન’નું સત્ય, જાણો કોણ ફેલાવી રહ્યું છે ખોટી માહિતી
નવી દિલ્હી: જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કોંગ્રેસ અને વિપક્ષી દળોનું ગઠબંધન ઈન્ડિયા ખોબલેને ખોબલે વખોડે છે, તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનનું સમર્થન કરે છે. તો આ વાત ગધેડાને તાવ આવવાથી વિશેષ કંઈ નથી. પરંતુ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા આવું પોલિટિકલ અભિયાન આરએસએસના નામના દુરુપયોગ સાથે ચલાવવું કોઈ રાજકીય બદઈરાદાથી સાથે લોકોમાં ગુંચવાડો પેદા કરવાની મનસા સાથે કરાય રહ્યું હોવાનું જાણકાર સૂત્રો માની રહ્યા છે.
એક ન્યૂઝના નામે ખોટી ખબર ફેલાવાય રહી છે કે નાગપુર- આરએસએસએ આપ્યું કોંગ્રેસને સમર્થન. આ ખોટી ખબરમાં એક પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આરએસએસ ચીફ તરીકે જનાર્દન મૂનનું નામ છે.
જનાર્દન મૂન હજુ પણ લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ટૂંક સમયમાં તેમના દ્વારા અપલોડ કરવામાં આવેલી સંબંધિત પોસ્ટ્સ અને વીડિયો દૂર કરવા બાબતે સોશયલ મીડિયા કંપનીઓને જાણ કરલવાની અને પોલીસમાં મામલો પડકારવાની વાત પણ જાણકાર સૂત્રો કરી રહ્યા છે.
આ મામલામાં જનાર્દન S/O ગુલાબરાવ મૂને મદદનીશ રજીસ્ટ્રાર ઓફ સોસાયટીઝ નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામની સંસ્થાની નોંધણી માટે અરજી (2017ની અરજી નં.-615) કરી હતી. જે અરજી 4 ઓક્ટોબર, 2017ના રોજ નકારી કાઢવામાં આવી હતી
અરજી નકારી દેવાયા બાદ જનાર્દન મૂને બોમ્બે હાઈકોર્ટ, મહારાષ્ટ્રની નાગપુપ બેંચમાં રિટ પિટિશન કરી હતી. આ રિટ પિટિશન 21 જાન્યુઆરી, 2019ના રોજ હાઈકોર્ટે ફગાવી દીધી હતી.
ત્યાર બાદ જનાર્દન મૂને ફરીથી સુપ્રીમ કોર્ટમાં એસએલપી કરી અને તેને 6 ડિસેમ્બર, 2019ના રોજ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી. વાઈ. ચંદ્રચૂડના નેતૃત્વવાળી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે પ્રથમ સુનાવણીમાં જ ફગાવી દીધી હતી.