
અમેરિકાની ભારતને મદદ, બે કરોડ ડોઝ બની શકે એટલો કાચો માલ આપશે
દિલ્લી: વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ હોય તો તે છે અમેરિકા અને બીજા નંબર પર ભારત. આવા સમયમાં અમેરિકાના વહીવટીતંત્રના પ્રમુખ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ટૂંક સમયમાં તેઓ ભારતને 2 કરોડ વેક્સિન બની શકે એટલો કાચો માલ આપવામાં આવશે. અમેરિકામાં પણ કોરોનાવાયરસના કેસનો આંકડો ખુબ મોટો છે અને ભારતમાં પણ કોરોનાવાયરસના કેસનો આંકડો 2.77 કરોડની આસપાસ છે.
હાલ છેલ્લા કેટલાક દિવસથી વેક્સિનેશનની પ્રક્રિયા ધીમી પડી હોય તેવુ જોવા મળ્યુ છે. ભારતમાં થોડા સમય પહેલા રોજના 40-40 લાખ લોકોને વેક્સિન આપવામાં આવતી હતી ત્યારે હવે તે જોવા મળ્યું છે આજ કાલ તે આંકડો પહેલાની જેમ મોટો રહ્યો નથી. ભારતમાં 130 કરોડની વસ્તીમાંથી 20 કરોડ લોકોથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે.
જાણકારો અનુસાર ભારતમાં તમામ લોકોને વેક્સિન આપવી હોય તો સરકાર દ્વારા મોટા પાયે વેક્સિનેશનના પ્રોગ્રામને ચલાવવો પડશે. અમેરિકા દ્વારા 2 કરોડ વેક્સિન બને એટલો કાચો માલતો પુરો પાડવામાં આવશે પરંતુ એટલાથી ભારતને કાંઈ મોટી મદદ થાય તેવા દ્રશ્યો જોવા ભૂલ સાબિત થઈ શકે છે.
વિદેશી મંત્રી જયશંકર અમેરિકા ગયા હતા અને ગઇકાલે પણ એમણે અમેરિકી વહીવટીતંત્ર સાથે નથી તેમજ અન્ય જરૂરી મુદ્દાઓ પર ચર્ચા મંત્રણા કરી હતી અને તેમને એવી ખાતરી આપવામાં આવી હતી કે ટૂંક સમયમાં જ રસથી માટેનો જરૂરી કાચોમાલ ભારતને મોકલી દેવામાં આવશે અને જરૂર પડ્યે દરેક સહાયતા અને વધુ કાચો માલ પણ પૂરો પાડવામાં આવશે.