1. Home
  2. ગુજરાતી
  3. ભારત-માલદીવ વિવાદમાં પાકિસ્તાનના આ પૂર્વ ક્રિકેટરના શબ્દોએ જીવી લીધા ભારતીયોના દિલ
ભારત-માલદીવ વિવાદમાં પાકિસ્તાનના આ પૂર્વ ક્રિકેટરના શબ્દોએ જીવી લીધા ભારતીયોના દિલ

ભારત-માલદીવ વિવાદમાં પાકિસ્તાનના આ પૂર્વ ક્રિકેટરના શબ્દોએ જીવી લીધા ભારતીયોના દિલ

0
Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ખોટી ટિપ્પણી કરનારા માલદીવના મંત્રીઓને માલદીવ સરકારે સસ્પેન્ડ કરી દીધા છે, પરંતુ આને લઈને શરૂ થયેલ વિવાદનો અંત આવતો જણાતો નથી. આ વિવાદમાં મોદીના સમર્થનમાં ભારતીય રમત-ગમત અને સિનેમા જગતની અનેક હસ્તીઓ જોડાઈ છે. દરમિયાન હવે પીએમ મોદીને પાકિસ્તાન તરફથી પણ સમર્થન મળી રહ્યું છે.
પાકિસ્તાન ક્રિકેટના ભૂતપૂર્વ સ્પિનર દાનિસ કનેરિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મોદીનું સમર્થન કરતી પોસ્ટ કરી હતી. જો કે તેમણે આ પોસ્ટમાં માત્ર એક જ શબ્દ લખ્યો હતો. પરંતુ આ એક શબ્દ આખી વાર્તા કહી દે છે. ખરેખર, આ પોસ્ટમાં તેણે ફાયર ઈમોજી સાથે લક્ષદ્વીપ લખ્યું હતુ.
• હાર્દિક પંડ્યાએ પણ સમર્થન આપ્યું હતુ
આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ મોદીના સમર્થનમાં એક્સ પર પોસ્ટ કરી હતી, “ભારત વિશે જે કહેવામાં આવી રહ્યું છે તે જોઈને ખૂબ જ દૂ:ખ થાય છે. આપણા ભવ્ય અને સુંદર સમુદ્ર સાથે લક્ષદ્વીપ એક આદર્શ સ્થળ છે. દરિયા કિનારા સાથે આગામી રજાઓમાં હું અવશ્ય ત્યા જઈશ.”
• સચિન તેંડુલકરે શું કહ્યું ?
મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે ગયા વર્ષે પોતાના 50માં જન્મ દિવસના પ્રસંગે મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં વિતાવેલી રજાઓને યાદ કરતા ભારતીય દરિયા કિનારાને પ્રોત્સાહન આપવાના અભિયાનને સમર્થન આપ્યું હતુ. સચિનએ એક્સ પર પોતાના જન્મદિવસનો એક વિડિયો અને એક ફોટો શેર કરતા લખ્યું છે કે આ સ્થાનો હજુ પણ સ્મૃતિઓમાં કોતરાયેલા છે. ભારત સુંદર દરિયાકિનારા અને નૈસર્ગિક ટાપુઓથી આશીવાર્દિત છે. અમારી “અતિથિ દેવો ભવઃ” ફિલસૂફી મૂજબ, આપણે ઘણુ બધુ શોધવાનું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code