
ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદની સ્થિતિને લઈને યોગી સરકારે યોજી બેઠક – અધિકારીઓને દરેક સ્થિતિમાં એલર્ટ રહેવાના આપ્યા આદેશ
લખનૌઃ- દેશભરમાં વરસાદે માજા મૂકી છે,દેશની રાજઘાની દિલ્હીથી લઈને ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, પંજાબ હરિયાણા ,હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભારે વરાસદનો કહેર જોવા મળી રહ્યો છે.આ સહીત આગામી દિવસોમાં પણ હવામાન વિભાગે આ રાજ્યો માટે રેડ એલર્ટ આપ્યું છે તો ખાસ કરીને યુપીની જો વાત કરીએ તો યોગી સરકારે અધિરાકીઓને દરેક પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે.
સીએમ યોગીએ આગામી થોડા દિવસોમાં રાજ્યની વિવિધ નદીઓના જળસ્તરમાં વધારો થવાની આગાહી કરી છે. આ સાથે સિંચાઈ, જળ સંસાધન તેમજ રાહત અને બચાવ સંબંધિત તમામ વિભાગોને એલર્ટ મોડમાં રહેવા સૂચના આપવામાં આવી હતી.
ઉત્તરપ્રદેશનું તંત્ર વરસાદથી થઈ રહેલી મુશ્કેલીઓને પહોંચી વળતા સક્ષમ બન્યું છે અને એલર્ટ મોડ પર છે. રાજ્યમાં છેલ્લા દિવસોથી થઈ રહેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ, સોમવારે સીએમ યોગી આદિત્યનાથે લખનૌમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે.
મુખ્યમંત્રીએ આ બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ પૂર, જળબંબાકાર અને રાહત કાર્યોની સમીક્ષા કરી હતી. આ સાથે તેમણે રાહત કમિશનરની ઓફિસને એલર્ટ કરી હતી અને જરૂરી ગાઈડલાઈન પણ જારી કરી હતી.છેલ્લા ત્રણ દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ સીએમ યોગીએ અધિકારીઓને એલર્ટ કરી દીધા છે.
આ સહીત આજરોજ મળેલી આ બેઠકમાં સીએમ યોગીએ જણાવ્યું હતું કે, ભારે વરપસાદના કારણે પૂર તેમજ જળસંગ્રહને પહોંચી વળવા સખ્ત પ્રપયત્નો થવા જોઈએ ક અધિકારીઓએ જનપ્રતિનિધિઓ સાથે મળીને એક એક્શન પ્લાન તૈયાર કરવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 24 જિલ્લામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે. જેને લઈને સીએમ યોગીએ કહ્યું કે તમામ જિલ્લાઓમાં ડાંગરની રોપણીની પ્રગતિ પર નજર રાખવા માટે ડિજિટલ પ્લેટફોર્મ બનાવા જોઈએ તેના પર કાર્ય કરવું જોઈએ આ સહિત ખેડૂતોની ચિંતા કરતા જણાવ્યું કે યુરિયાની અછત પણ ન પડવી જોઈએ તમામ સુવિધાઓ ખેડૂતોને મળી રહેવી જોઈએ.