1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરપ્રદેશઃ યોગી સરકારે 28760 કરોડનું પૂરક બજેટ રજૂ કર્યું, નવી યોજનાઓ માટે 7421 કરોડ જાહેર કર્યાં
ઉત્તરપ્રદેશઃ યોગી સરકારે 28760 કરોડનું પૂરક બજેટ રજૂ કર્યું, નવી યોજનાઓ માટે 7421 કરોડ જાહેર કર્યાં

ઉત્તરપ્રદેશઃ યોગી સરકારે 28760 કરોડનું પૂરક બજેટ રજૂ કર્યું, નવી યોજનાઓ માટે 7421 કરોડ જાહેર કર્યાં

0
Social Share

લખનૌઃ યુપી વિધાનસભા સત્રના બીજા દિવસે, નાણા પ્રધાન સુરેશ કુમાર ખન્નાએ વિધાનસભામાં નાણાકીય વર્ષ 2023-24 માટે પૂરક બજેટ રજૂ કર્યું હતું. નાણા પ્રધાને 28,760.67 કરોડનું પૂરક બજેટ રજૂ કર્યું હતું. જેમાં રાજસ્વ ખર્ચ માટે 1946.39 કરોડ રૂપિયા અને મૂડી ખર્ચ માટે 9714 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. નવી યોજનાઓ માટે 7421.21 કરોડ રૂપિયાની દરખાસ્ત કરાઈ છે.

પૂરક બજેટ અંગે નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર રાજ્યના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. અમે વિવિધ એક્શન પ્લાન પૂર્ણ કરીશું. પૂરક બજેટમાં કરાયેલી જાહેરાતો ઉપર નજર કરીએ તો યોગી સરકારે વિશ્વકર્મા શ્રમ સન્માન યોજના માટે 2000 કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી છે. આ ઉપરાંત પીએમ મિત્ર યોજના હેઠળ, લખનૌ-હરદોઈમાં પીએમ મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ ઝોન અને એપેરલ પાર્કની સ્થાપના માટે 510 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ ડેટા સેન્ટર પોલિસીના અમલ માટે 100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

ગૃહને સંબોધિત કરતી વખતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાજપ સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. તેમણે કહ્યું કે સરકાર આયુષ્માન ભારત અને મુખ્યમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 10 કરોડ લોકોને 5 લાખ રૂપિયાનો વાર્ષિક સ્વાસ્થ્ય વીમો આપી રહી છે. ઉત્તર પ્રદેશના લોકો કોઈપણ ખાનગી હોસ્પિટલમાં આ યોજનાનો લાભ લઈ શકે છે. આજે વિધાનસભા ગૃહમાં વિપક્ષના નેતા અખિલેશ યાદવે યોગી સરકાર ઉપર કટાક્ષ કર્યાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code