Site icon Revoi.in

લાલકિલ્લા પાસે જૈન પર્વ પંડાલમાં થયેલી ચોરીનો પર્દાફાશ, ત્રણ આરોપી ઝડપાયા

Social Share

નવી દિલ્હી : દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે લાલકિલ્લા નજીક આવેલા જૈન પર્વ પંડાલમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી મુખ્ય આરોપી સહિત ત્રણ લોકોને ઝડપ્યા છે. પોલીસે તેમના પાસેથી 725 ગ્રામની સોનાની ઝાડી, પીગળેલું સોનું અને રોકડ રકમ જપ્ત કરી છે. અપરાધ શાખાના ડીસીપી પંકજકુમાર સિંહે માહિતી આપી કે, 3 સપ્ટેમ્બરના રોજ લાલકિલ્લા પર આવેલા જૈન પંડાલમાંથી સોનાની ઝાડી, સોનાનો ગુડ અને સોનાનો બરિયાલ ચોરી થઈ હતી. ચોરાયેલું સોનું લગભગ એક કરોડ રૂપિયાના મૂલ્યનું હોવાનું સામે આવ્યું છે.

પોલીસે મુખ્ય આરોપી ભૂષણ વર્મા (હાપુડ), સોનુ ખરીદનાર  ગૌરવકુમાર વર્મા (ગાઝિયાબાદ) અને સોનુ વેચાણ કરનાર  અંકિત પાટીલની ધરપકડ કરી છે. પોલીસે મુખ્ય આરોપી ભૂષણ વર્માને તેના હાપુડ સ્થિત ઘરેથી પકડી લીધો હતો. તપાસમાં ખુલ્યું કે તેના વિરુદ્ધ 2016માં પ્રસાદનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો, જ્યાં તે BLK હોસ્પિટલમાં ચોરી કરતા રંગેહાથ પકડાયો હતો.

ભૂષણ વર્મા ધાર્મિક કાર્યક્રમોમાં પુજારી બનીને સામેલ થતો. તે કાર્યક્રમ દરમિયાન 2-3 દિવસ સુધી સ્થળની સુરક્ષા વ્યવસ્થા અને ખામીઓનું નિરીક્ષણ કરતો. તેણે યૂટ્યુબ અને સોશિયલ મીડિયા પર જૈન મંદિરોના કાર્યક્રમોની માહિતી મેળવી હતી. આગળની તપાસમાં ખુલ્યું કે ગૌરવ વર્માએ ભૂષણ પાસેથી ચોરાયેલું સોનું ખરીદ્યું હતું, જ્યારે અંકિત પાટિલે તે સોનાનું વેચાણ કરાવ્યું હતું.

Exit mobile version