1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરના સરગાસણમાં અંડર ગ્રાઉંડ માટેની કિંમતી 35 પાઇપો તસ્કરો ઉઠાવી ગયા
ગાંધીનગરના સરગાસણમાં  અંડર ગ્રાઉંડ માટેની કિંમતી 35 પાઇપો તસ્કરો ઉઠાવી ગયા

ગાંધીનગરના સરગાસણમાં અંડર ગ્રાઉંડ માટેની કિંમતી 35 પાઇપો તસ્કરો ઉઠાવી ગયા

0
Social Share

ગાંધીનગરઃ પાટનગરમાં વસતી વધવાની સાથે વિસ્તાર પણ વધતો જાય છે. સાથે નવા વિસ્તારોમાં વિકાસના કામો પણ હાથ ધરવામાં આવ્યા છે. શહેરના સરગાસણ ટીપી. 7  વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ પાણીની પાઈપ લાઈન બિછાવવા માટે કચ્છથી મંગાવેલી તોતિંગ પાઇપો ચોરાઈ જતાં પ્રોજેક્ટ મેનેજર પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યારે વજનદાર ડગટાઇન આર્યનની ચાર લાખની કિંમતની 35 પાઇપો ચોરી અંગેની ફરિયાદ ઈન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાતા પાલીસે સીસી કેમેરાના કુટેજ મેળવીને તપાસ થ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરના સરગાસણમાં અંડરગ્રાઉન્ડ પાઈપ લાઈન માટે એક કન્ટ્રક્શન કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કંપનીના પ્રોજેક્ટ અને મોનીટરીંગનું કામ પણ પ્રવીણભાઈ પોતે જ સંભાળે છે. આ કંપનીના વિવિધ પ્રોજેક્ટ જુદી જુદી જગ્યાએ કાર્યરત છે. જે પૈકી એક પ્રોજેક્ટ 2021 ના ડિસેમ્બર મહિનામાં નવા ડેવલોપમેન્ટ થતાં સરગાસણ ટીપી 7માં ચાલે છે. આ પ્રોજેક્ટ માટે કચ્છના મુંદ્રા ખાતે ઝિંદાલ કંપનીમાંથી અલગ અલગ સાઈઝની પાઇપો આશરે પાંચથી છ મીટરની હોય છે. તે પાઇપો ડગટાઈન આર્યનની બનેલી હોય છે. આ પાઇપો ગત તા. 4થી 9 જાન્યુઆરી દગમિયાન ટ્રાન્સપોર્ટ મારફતે સરગાસણની સાઈટ પર ઉતારવામાં આવી હતી. જેનો ઉપયોગ અંડર ગ્રાઉન્ડ પાણીની પાઈપ લાઈન નાખવા માટે કરવાનો હતો. ત્યારે 25મી જાન્યુઆરીનાં રોજ સરગાસણ નેનો સીટી 2ની બાજુમાં ખુલ્લા ગ્રાઉંડમાં રોડની સાઈડમાં પણ પાઇપો ઉતારવામાં આવેલી 35 પાઇપો ચોરાઈ ગઈ હોવાની જાણ કંપનીના સુપરવાઇઝર સહિતનાને થઈ હતી.

આથી કંપનીના ભાગીદાર પ્રવીણભાઈ સહિતના અન્ય સ્ટાફે આસપાસના વિસ્તારોમાં પાઇપોની શોધખોળ કરી હતી, પરંતુ પાઇપોનો ક્યાંય પત્તો મળ્યો ન હતો. આ અંગે પ્રવીણભાઈએ ચાર લાખની કિંમતની પાઇપો ચોરી થયાની ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ નોંધાવતા પોલીસે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ઘરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code