1. Home
  2. revoinews
  3. “માનવ શરીર સાથે કોઈ ઉપયોગ માટેની માર્ગદર્શિકા મળતી નથી” ડૉ. પાર્થિવ મહેતા
“માનવ શરીર સાથે કોઈ ઉપયોગ માટેની માર્ગદર્શિકા મળતી નથી” ડૉ. પાર્થિવ મહેતા

“માનવ શરીર સાથે કોઈ ઉપયોગ માટેની માર્ગદર્શિકા મળતી નથી” ડૉ. પાર્થિવ મહેતા

0
Social Share

અમદાવાદ, 18 ડિસેમ્બર, 2025: Dr. Parthiv Mehta  “માનવ શરીર સાથે કોઈ ઉપયોગ માર્ગદર્શિકા મળતી નથી, તેથી આપણા ફેફસાંને સમજવું અને તેની યોગ્ય કાળજી લેવી સમગ્ર આરોગ્ય માટે અત્યંત આવશ્યક છે” તેમ સુવિખ્યાત પલ્મોનોલોજીસ્ટ અને ઇન્ટેન્સિવિસ્ટ ડૉ. પાર્થિવ મહેતાએ જણાવ્યું છે.

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા આયોજિત “એલિવેટિંગ હેલ્થ અવેરનેસ વિથ લીડરશિપ ઇન મેડિસિન” – “સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ” વિષય પર એક હેલ્થ સિરીઝમાં બોલતાં ડૉ. મહેતાએ “બ્રીધ – એનર્જી – પરફોર્મન્સ” અને શહેરી વાતાવરણમાં શ્વસન સુખાકારી સુનિશ્ચિત કરવાના વિષય પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

પાંચ દિવસની આ સિરીઝના ત્રીજા દિવસે 17 ડિસેમ્બર, 2025ના સત્રમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. પાર્થિવ મહેતા આરોગ્ય જાળવણી વિશે સવિસ્તર જાણકારી આપી હતી.

GCCI ના સિનિયર ઉપ-પ્રમુખ શ્રી રાજેશ ગાંધી અને અન્ય મહાનુભાવો આ સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત સંબોધનમાં GCCIના GCCI ના રાજેશ ગાંધીએ બિઝનેસ વુમન કમિટી (BWC) દ્વારા આયોજિત GCCI Health Summit – “Elevating Health Awareness with Leaders in Medicine” ની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આવા આરોગ્ય કેન્દ્રિત કાર્યક્રમો વ્યવસાય જગતમાં આરોગ્ય જાગૃતિ વધારવામાં તેમજ પ્રતિરોધક આરોગ્ય સંસ્કૃતિ વિકસાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે

આ પ્રસંગે સંબોધન કરતાં GCCI BWCના સભ્ય મિસ. માનસી પટેલે પલ્મોનોલોજિસ્ટ અને ઇન્ટેન્સિવિસ્ટ ડૉ. પાર્થિવભાઈ મહેતાનો પરિચય કરાવ્યો હતો અને તેઓની ઉપસ્થિતિ માટે GCCI તરફથી આભાર માન્યો હતો. તેઓએ આપણી વૈદિક સંસ્કૃતિમાં “યોગ્ય શ્વાચ્છોશ્વાસ”ના પ્રસ્તુત થયેલા મહત્ત્વનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ આ વિષય પર મુનિશ્રી પતંજલિ દ્વારા આપવામાં આવેલા જ્ઞાન અંગે પણ વાત કરી હતી.

GCCI Health Summit – “Elevating Health Awareness with Leaders in Medicine”
GCCI Health Summit – “Elevating Health Awareness with Leaders in Medicine”

ફેફસાંની જાળવણી અંગે ડૉ. મહેતાએ શું સલાહ આપી?

આ પ્રસંગે બોલતાં ડૉ. પાર્થિવ મહેતાએ જણાવ્યું કે માનવ શરીર સાથે કોઈ ઉપયોગ માર્ગદર્શિકા મળતી નથી, તેથી આપણા ફેફસાં વિશે સમજવું અને તેની યોગ્ય કાળજી લેવી સમગ્ર આરોગ્ય માટે અત્યંત આવશ્યક છે. તેમણે સારી જીવનશૈલીના મહત્ત્વ પર ભાર મૂકતાં જણાવ્યું કે તે મજબૂત ફેફસાં અને સ્વસ્થ શ્વસન પ્રણાલી માટે જરૂરી છે.

તેમણે સમજાવ્યું કે આપણા ફેફસાંમાં હવાના અંદાજે ૩૦ કરોડ સૂક્ષ્મ કોષો (એલ્વીઓલાઈ) હોય છે, જે મળીને આશરે ૮૦૦ ચોરસ ફૂટનું કુદરતી ફિલ્ટર બનાવે છે અને શ્વાસપ્રક્રિયાને અસરકારક બનાવે છે.

ડૉ. મહેતાએ વધુમાં જણાવ્યું કે ફેફસાંમાથી બહાર નીકળતા શ્વાસમાં ભેજ ઉમેરાય છે, જ્યારે સાઇનસ કુદરતી હીટ એક્સચેન્જર અને એર કન્ડીશનર તરીકે કાર્ય કરીને હવાને શ્વાસ લેવા યોગ્ય બનાવે છે. તેમણે દમ, ફેફસાંના ચેપ, ફાઈબ્રોસિસ અને સ્લીપ એપ્નિયા જેવી વિવિધ શ્વસન સંબંધિત બીમારીઓ પર પણ પ્રકાશ પાડ્યો અને જણાવ્યું કે ૫૦ ટકા કરતાં વધુ લોકો યોગ્ય રીતે શ્વાસ લેતા નથી.

GCCI Health Summit – “Elevating Health Awareness with Leaders in Medicine”
GCCI Health Summit – “Elevating Health Awareness with Leaders in Medicine”

તેમણે ઉમેર્યું કે યોગ્ય ઊંઘની સ્થિતિ, ખાસ કરીને પેટ ઉપર તરફ રાખી સૂવું, ફેફસાંના સ્વાસ્થ્ય માટે લાભદાયી બની શકે છે. ફેફસાં અતિ મહત્ત્વપૂર્ણ અંગ છે જે હૃદય સાથે સતત તાલમેલમાં રહીને જીવન જાળવે છે.

GCCIની હેલ્થ સિરીઝના આગામી સત્રોમાં “પાચન, રોગપ્રતિકારક શક્તિ અને જીવનશૈલીના કારણો” વિષય પર ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. સુધાંશુ પટવારી, એમડી સાથે અને “હેલ્થ હાર્ટ, વર્ક-લાઇફ બેલેન્સ સ્ટ્રેટેજીઝ ફૉર એન્ટરપ્રેન્યોર એન્ડ ફેમિલીઝ” વિષય પર ડૉ. કેયુર પરીખ, એમડી, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ અને Marengo CIMS હોસ્પિટલના ચેરમેન અને ડૉ. અનિશ ચંદારાણા, એમડી, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, Marengo CIMS હોસ્પિટલ  માર્ગદર્શન પૂરું પાડશે.

સત્રનું સમાપન બિઝનેસ વુમન કમિટીના સભ્ય સુશ્રી બંસી શાહ દ્વારા ઇન્ટરેક્ટિવ પ્રશ્નોત્તરી અને આભારવિધિ સાથે થયું. તેમણે સત્રને અર્થપૂર્ણ અને પ્રભાવશાળી બનાવવા બદલ વક્તા, મહાનુભાવો અને સહભાગીઓનો આભાર માન્યો હતો.

GCCI બિઝનેસ વુમન કમિટી “હેલ્થ સમિટ”ના બીજા દિવસે ડૉ. ભરત દવેએ માર્ગદર્શન આપ્યું: જુઓ VIDEO

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા “હેલ્થ સમિટ”નું આયોજન: જુઓ Video

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code