1. Home
  2. ગુજરાતી
  3. આપણા જ દેશમાં આવેલા છે એવા સ્થળો કે જ્યાં ફરવા જલા માટે લેવી પડે છે મંજુરી ,જાણો આ સ્થળો વિશે
આપણા જ દેશમાં આવેલા છે એવા સ્થળો કે જ્યાં ફરવા જલા માટે લેવી પડે છે મંજુરી ,જાણો આ સ્થળો વિશે

આપણા જ દેશમાં આવેલા છે એવા સ્થળો કે જ્યાં ફરવા જલા માટે લેવી પડે છે મંજુરી ,જાણો આ સ્થળો વિશે

0
Social Share

સામાન્ય રીતે ભારતનો વાનગરિક ભારતમાં કોઈ પણ જગ્યાએ પરમિશન લીધા વિના ફરી શકે છે જો કે ભારતમાં કેટલાક સ્થળો છે એવા કે જ્યા ભારતીય હોવા છત્તા આપણે મંજૂરી લેવી પડે છે .પરમિશન લીધા વિના આપણે ત્યા ફરી શકતા નથી.આપણા દેશની અંદર એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં ફરવા માટે તમારે ઇનર લાઇન પરમિશન એટલે કે ILP લેવાની જરૂર પડે છે? ધ ફ્લેપર લાઈફના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે આ એવી જગ્યાઓ છે જ્યાં આંતરરાષ્ટ્રીય સરહદો આવેલી છે 

 સરહદી વિસ્તારોમાં જવા ટે પરવાનગી  લેવી જરુરી બને છે જેથી સંબંધિત ઓથોરિટીને તે સ્થળોએ લોકોની અવરજવર વિશે જડેટા એકત્રિત કરી શકાય જેથી કોઈ અજુગતો બનાવ બને તો દરેક પ્રવાસીઓની વિગત તેમના પાસે હોય. આ સિવાયઆદિજાતિ સંસ્કૃતિને અસર ન થાય તેવા આવા ઘણા સ્થળો છે જ્યાં આદિવાસી સંસ્કૃતિનું રક્ષણ કરવામાં આવ્યું છે.જ્યા પણ જવા દેવામાં આવતા નથી.

નાગાલેન્ડ

 આ એકર  સુંદર લીલા મેદાનોમાં આવેલું છે, જે દર વર્ષે ઘણા પ્રવાસીઓને આકર્ષે છે. પરંતુ નાગાલેન્ડમાં કોહિમા, વોખા, મોકોકચુંગ, દીમાપુર, કીફિરે અને સોમ જેવા સુંદર સ્થળો પર જવા માટે તમારે પરમિટની જરૂર છે. પરમિટ મેળવવા માટે ઓળખ કાર્ડ, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને 50 રૂપિયાની જરૂર પડશે. 

અરુણાચલ પ્રદેશ

અરુણાચલ પ્રદેશમાં ઇટાનગર, રોઇંગ, તવાંગ, બોમડિલા, પાસીઘાટ, ભાલુકપોંગ, ઝીરો અને અનીની એવા પ્રવાસન સ્થળો છે કે જેની મુલાકાત લેવા માટે ઇનર લાઇન પરમિટની જરૂર પડે છે. આ વિસ્તાર ખાસ કરીને ભૂટાન, મ્યાનમાર અને ચીનની સરહદ નજીક આવેલા છે જેથી  આ રાજ્યો સુરક્ષાની દૃષ્ટિએ સંવેદનશીલ છે. 

લક્ષદિપ

કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં ફરવાની મજા તો આવે છે પણ ત્યા મંજૂરીની જરુર પડે છે. આ સ્થળ દરિયાકિનારા માટે પ્રખ્યાત છે જ્યાં કુલ 36 ટાપુઓ છે. જો કે 10 ટાપુઓ પર જ ફરવાની વ્યવસ્થા છે. આ ટાપુઓની મુલાકાત લેવા માટે પણ પરવાનગી જરૂરી છે. પરવાનગી માટે ઓળખ કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને રૂ. 50ની જરૂર પડશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code