1. Home
  2. ગુજરાતી
  3. યુપીએ સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા ઉપર સ્પષ્ટ પ્રતિક્રિયા અપાતી ન હતીઃ નિર્મલા સીતારમન
યુપીએ સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા ઉપર સ્પષ્ટ પ્રતિક્રિયા અપાતી ન હતીઃ નિર્મલા સીતારમન

યુપીએ સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા ઉપર સ્પષ્ટ પ્રતિક્રિયા અપાતી ન હતીઃ નિર્મલા સીતારમન

0

દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારણએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ હાલની મોદી સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, મોદી સરકારે સશસ્ત્ર દળોને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર આપ્યા છે. મોદી સરકારે સેનાને આ અધિકાર એટલા માટે આપ્યો જેથી કરીને બતાવી શકાય કે ભારત આવી સ્થિતિમાં કેવી પ્રતિક્રિયા આપે છે. અમારી સરકારમાં સશસ્ત્ર દળોને નિર્ણય લેવાની અધિકાર આપ્યાં હોવાથી તેમનું મનોબળ વધ્યું છે.

મનીષ તિવારીએ લખેલા પુસ્તકને લઈને એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું હતું કે,  “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન 2014થી આવા નિર્ણયો સ્પષ્ટ હેતુ અને નેતૃત્વ સાથે લેવામાં આવ્યા હતા. જેનાથી ભારતીય સેનાનું મનોબળ મજબુત થયું છે. તેમજ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું છે.

કોંગ્રેસના નેતા મનીષ તિવારીના પુસ્તકમાં યુપીએની તત્કાલિન સરકાર ઉપર 26/11 મુંબઈ હુમલાની પ્રતિક્રિયા સંબંધી ટિપ્પણીથી વિવાદ ઉભો થયો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો છે કે, 2014માં મોદી સરકાર બની તે પહેલા રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા ઉપર સ્પષ્ટ પ્રતિક્રિયા આપવામાં આવતી ન હતી.

મહત્વનું છે કે, મનિષ તિવારીની નવી બુક “10 ફ્લેશપોઇન્ટ્સ: 20 ઈયર્સ”માં મુંબઈ હુમલા પર કરવામાં આવેલી કાર્યવાહીને લઈને તત્કાલિન યુપીએ સરકારની ટીપ્પણી કરવામાં આવી છે. મનિષ તિવારીની આ બુક 2 ડિસેમ્બરમાં બજારમાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મનિષ તિવારીની બુકને પગલે વિવાદ ઉભો થયો છે. તેમજ ભાજપાએ તત્કાલિન યુપીએ સરકાર અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.