1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં તલાટી કમ મંત્રીની આટલી જગ્યાઓ પર થશે ભરતી, આ લોકો ભરી શકશે ફોર્મ

રાજ્યમાં તલાટી કમ મંત્રીની આટલી જગ્યાઓ પર થશે ભરતી, આ લોકો ભરી શકશે ફોર્મ

0
Social Share

અમદાવાદ: ગુજરાતમાં હાલ વિવિધ સરકારી પરીક્ષાઓ વિશેનાં છબરડાં સામે આવી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારનાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યનાં વિવિધ ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીની 3437 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.
વર્ગ-3 ની સંલગ્ન આ ભરતીનાં ફોર્મ 28મી જાન્યુઆરીથી OJAS ની સાઇટ પરથી ભરી શકાશે.

મહત્વનું છે કે, કુલ 3437 જગ્યાઓ માટે ફોર્મ લેવામાં આવશે, જેમાં 1557 જગ્યા સામાન્ય વર્ગ, 331 EWS સીટ, 851 SEBC અંતર્ગત અને 259 SC તથા 439 ST વર્ગ માટે રિઝર્વ રાખવામાં આવી છે. આ સાથે જ દિવ્યાંગ ઉમેદવારો માટે 251 સીટ અને માજી સૈનિકો માટે 330 સીટ અનામત છે. આ ભરતી માટે આગામી 15મી ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.

જો કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોય છે અને ક્યારેક કેટલાક વિદ્યાર્થીઓની ગેરરીતીના કારણે તે વિદ્યાર્થીને પણ હેરાન પરેશાન થવું પડે છે જે મહેનત કરીને આગળ આવવા માગતા હોય છે.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code