
- દેશમાં કોરોનાની ચાલી રહી છે બીજી લહેર
- ઉકાળો બનાવવા ઓષધિઓનો ઉપયોગ
- અશ્વગંધા, મુલેઠી, ગિલોયના અનેક ફાયદા
દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. તમામ લોકો ફરીથી તેની ચપેટમાં આવી રહ્યા છે. એવામાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. મોટાભાગના લોકો આ માટે ખાણીપીણી અને આયુર્વેદિક ઓષધિઓ પર ભરોસો રાખે છે, કારણ કે આયુર્વેદમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેની મોટી ભૂમિકા તરીકે માનવામાં આવે છે.
ઉકાળાના રૂપમાં સૌથી વધુ ઉપયોગ અશ્વગંધા, મુલેઠી અને ગિલોયનો કરવામાં આવ્યો છે. આ ઓષધિઓમાંથી બનાવેલ ઉકાળો વધુ સારી પ્રતિરક્ષા બૂસ્ટર તરીકે કામ કરે છે અને પીધા પછી તે ઘણા લોકોને ફાયદો પહોંચાડે છે. તો ચાલો જાણીએ તેમના ફાયદાઓ વિશે.
અશ્વગંધાના ફાયદા
અશ્વગંધાનો ઉપયોગ લાંબા સમયથી ઘણા રોગોની સારવાર માટે કરવામાં આવે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપરાંત, તે બેક્ટેરિયલ ઇન્ફેકશનને પણ અટકાવે છે. શારીરિક નબળાઇને દૂર કરે છે. અને ડાયાબિટીસ, હાઈ બીપી, કેન્સર જેવા રોગોમાં અસરકારક હોવાનું કહેવાય છે. તમે તેનું સેવન નિયમિત રીતે રાત્રે સુતી વખતે દુધની સાથે કરી શકો છો.
ગળા અને છાતીના સંક્રમણને દૂર કરે છે મુલેઠી
શરદી, ખાંસી, ગળામાં દુખાવો જેવા લક્ષણો પણ કોરોનાના માનવામાં આવે છે. મુલેઠી આ તમામ સમસ્યાઓ દૂર કરવામાં મદદગાર છે. એન્ટિબાયોટિક હોવાની સાથે એન્ટીઓકિસડેંટથી ભરપૂર છે. સંક્રમણને અટકાવવા ઉપરાંત તે શ્વસન સમસ્યાઓ દૂર કરવામાં મદદગાર છે. તે ફેફસામાં કફ દૂર કરે છે. તમે મુલેઠીના એક કપને પાણીમાં ઉકાળો અને જ્યારે પાણી અડધું થઇ જાય, તો તેને ગાળી લો અને તેને ચાની જેમ પીવો.
ગિલોય તાવમાં આપે છે રાહત
ગિલોયને આયુર્વેદમાં ચમત્કારિક દવા માનવામાં આવે છે. રોગપ્રતિકારક શક્તિને વધારવા ઉપરાંત તાવ દૂર કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. ગિલોયનું સેવન ડાયાબિટીઝ, કફ, એસિડિટી, સંધિવા, યકૃત, હૃદયરોગથી માંડીને કેન્સર સુધીના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેનો ઉકાળો બનાવવા માટે તમે એક ગ્લાસ પાણીમાં ગિલોયની દાંડીને વાંટીને નાખો . ધીમા તાપે તેને ઉકાળો. પછી એક ચપટી હળદર નાખો. અને ત્યારબાદ તેને ગાળીને ગરમ – ગરમ ચાની જેમ પીવો.
દેવાંશી