Homeગુજરાતીકંગનાની ફિલ્મ 'ઈમરજન્સી'માં યુવા અટલ બિહારીનો રોલ પ્લે કરશે આ હીરો- ફર્સ્ટ...

કંગનાની ફિલ્મ ‘ઈમરજન્સી’માં યુવા અટલ બિહારીનો રોલ પ્લે કરશે આ હીરો- ફર્સ્ટ લૂક આવ્યો સામે

  • કંગનાની ફિલ્મમાં અટલ બિહારી બાજપાયે બનશે શ્રેયસ તલપડે
  • શ્રે.સ તલપડેનો ફર્સ્ટ લૂક ફિલ્મમાંથી સામે આવ્યો

મુંબઈઃ- બોલિવૂડ ક્વિન અભિનેત્રી કંગના રનૌત તેની અપકમિંગ ફિલ્મ ઈમરજન્સીને લઈને છેલ્લા ઘણા સમયથી સમાચારોમાં છવાયેલી રહે છે ત્યારે આ ફિલ્મમાં યુવા અટલ બિહારી બાજપાયેનો રોલ પ્લે કરનાર અભિનેતાનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે.

આ પહેલા કંગના ઈન્દિરા ગાંઘીના શાનદાર રોલમાં જોવા મળી હતી ત્યારે હવે યુવા અટલ બિહારી બાજપાયેના રોલમાં અભિનેતા શ્રેયસ તલપડેનો લૂક રિલીઝ થયો છે.  આ સાથે જ જય પ્રકાશના રૉલમાં આ ફિલ્મમાં એક્ટર અનુપમ ખેર  જોવા મળશે,અભિનેતા શ્રેયસ તલપડે કંગના રનૌતના નિર્દેશનમાં બનેલી ‘ઇમરજન્સી’માં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ભૂમિકા નિભાવતા જોવા મળશે.

આ રોલ પ્લે કરવાને લઈને  શ્રેયસે કહ્યું, “અટલ જી સૌથી આદરણીય, બુદ્ધિશાળી, વિદ્વાન, પ્રભાવશાળી અને ભારતના તેમજ સમગ્ર વિશ્વના સૌથી પ્રિય નેતાઓમાંના એક છે. તેમને પડદા પર દર્શાવવા માત્ર એક મોટી વાત નથી. વિશેષાધિકાર પણ એક મોટું સન્માન અને ચોક્કસપણે એક મોટી જવાબદારી. હું આશા રાખું છું કે હું દરેકની અપેક્ષાઓ પર ખરા ઉતરીશ. હું આ ભાગને દર્શાવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છું.”

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img