1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. શિયાળાની કાતિલ ઠંડીમાં સુપરફૂડ સાબિત થશે આ દેશી ફૂડ
શિયાળાની કાતિલ ઠંડીમાં સુપરફૂડ સાબિત થશે આ દેશી ફૂડ

શિયાળાની કાતિલ ઠંડીમાં સુપરફૂડ સાબિત થશે આ દેશી ફૂડ

0
Social Share

ગુજરાત સહિત ઉત્તર ભારતમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. કડકતી ઠંડીની સાથે શરદી, ઉધરસ, સાંધાના દુખાવા અને નબળી રોગપ્રતિકારક શક્તિ જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. આવામાં શરીરને અંદરથી ગરમ રાખવા અને નિરોગી રહેવા માટે આયુર્વેદિક અને દેશી આહાર રામબાણ ઈલાજ સાબિત થાય છે.

  • નિષ્ણાતોના મતે શિયાળાના શ્રેષ્ઠ દેશી ફૂડ્સ

જાણકારોના મતે, શિયાળામાં તલ, ગોળ, બાજરી, રાગી, દેશી ધી, મગફળી, આદુ અને લસણ શરીર માટે અત્યંત ફાયદાકારક છે.

તલ અને ગોળ: આ બંને પદાર્થો શરીરને કુદરતી ગરમી આપે છે. તે હાડકાંને મજબૂત બનાવે છે અને એનર્જી લેવલ જાળવી રાખે છે.

બાજરી અને રાગી: બાજરી અને રાગીમાં પુષ્કળ કેલ્શિયમ અને ફાઈબર હોય છે, જે શિયાળામાં થતી શારીરિક નબળાઈને દૂર કરે છે.

દેશી ઘી અને મગફળી: શુદ્ધ દેશી ઘી સાંધાના દુખાવા અને ત્વચાની શુષ્કતા (Dryness) ઘટાડે છે. મગફળી પ્રોટીનનો સસ્તો અને સારો સ્ત્રોત છે.

આદુ અને લસણ: આદુ-લસણનું સેવન કરવાથી ઈન્ફેક્શનનો ખતરો ઘટે છે અને તે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

  • ભૂલથી પણ આ વસ્તુઓ ન ખાવી

શિયાળામાં જેટલું મહત્વ શું ખાવું તેનું છે, તેટલું જ મહત્વ શું ન ખાવું તેનું પણ છે.

ઠંડા પીણાં અને આઈસ્ક્રીમ: ફ્રીજનું ઠંડું પાણી કે કોલ્ડ ડ્રિંક્સ શરીરની આંતરિક ગરમીને ઘટાડે છે, જે ગળાના ચેપનું કારણ બને છે.

જંક ફૂડ: વધુ તળેલું અને પ્રોસેસ્ડ ફૂડ પાચનશક્તિ નબળી પાડે છે, જેનાથી ગેસ અને એસિડિટીની સમસ્યા વધે છે.

વધુ ગળપણ: અતિશય મીઠાઈ ખાવાથી વજન વધવાની સાથે ઈમ્યુનિટી પણ નબળી પડે છે.

  • સ્વસ્થ રહેવા માટેની અન્ય ટિપ્સ

હૂંફાળું પાણી: આખો દિવસ હૂંફાળું પાણી પીવાનો આગ્રહ રાખો.

સૂર્યપ્રકાશ: વિટામિન-D મેળવવા માટે દરરોજ 15-20 મિનિટ તડકામાં બેસો.

વ્યાયામ: નિયમિત હળવી કસરત કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે.

પૂરતી ઊંઘ: શરીરને રિપેર થવા માટે 7-8 કલાકની ઊંઘ અનિવાર્ય છે.

શિયાળાના આ દિવસોમાં જો તમે આ દેશી આહાર અને જીવનશૈલી અપનાવશો, તો મોસમી બીમારીઓ તમારાથી જોજનો દૂર રહેશે.

આ પણ વાંચોઃઆઈ લવ ઈન્ડિયા સહિત પતંગોમાં અવનવી વેરાઈટી, પતંગ-દોરીની નીકળી ધૂમ ખરીદી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code