
આ જ્યૂસથી યુરિક એસિડની સમસ્યામાં મળશે મોટી રાહત….
આજકાલ લોકો ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાવા-પીવાની આદતોના શિકાર બની રહ્યા છે, તમને પણ ખબર પડ્યા વગર રોગ તમારો સાથી બની જશે. ઘણા પ્રકારની બીમારીઓ છે જે વ્યક્તિના હેલ્થને સીધી અસર કરે છે.
યુરિક એસિડ એવી સમસ્યા છે જે હેલ્થને વધારે પ્રભાવિત કરે છે. ખાવા-પીવામાં યુરિક વધારે જવા લાગે છે તો બ્લડમાં યુરિક એસિડની માત્રા વધવા લાગે છે. સામાન્ય રીતે કિડની યુરિક એસિડને ફિલ્ટર કરીને નિકાળી દે છે પણ કિડની આ કામ ના કરી શકે તો શરીરમાં યુરિક એસિડનું લેવલ વધવા લાગે છે.
યુરિક એસિડના લેવલને ઓછુ કરવું છે તો ગાજર, બીટ અને કાકડીના જ્યૂસ વધારે પીવો. તમે એવું પણ કરી શક છો ત્રણે વસ્તુને મિક્ષ કરીને જ્યૂસ બનાવી શકો છો અને તેને પીવો. જ્યૂસ પીવાથી શરીરમાં યુરિક એસિડ બહાર થવા લાગે છે.
યુરિક એસિડના લેવલને શરીમાં ઓછુ કરવા માટે ગ્રીન-ટી પણ પી શકો છો. ગ્રીન-ટીમાં એન્ટી-ઈંફ્લેમેટરી જ્યૂસ અને એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે ગાઉટ અને યુરિક એસિડના લેવલને ઓછુ કરે છે.
યુરિક એસિડની બીમારીમાં વિટામિન સી ઘણુ ફાયદાકારક હોય છે. હૂંફાળા પાણીમાં લીંબુ નાખીને પીવાથી યુરિક એસિડ કંટ્રોલમાં રહે છે. લીંબુ પાણી યુરિક એસિડને ઘટાડે છે.
એપ્પલ વિનેગરમાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે જે યુરિક એસિડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ગાઉટની સમસ્યામાં પણ ફાયદાકારક છે. એપ્પલ વિનેગરને પાણીમાં ભેળવીને પીવાના બદલે સીધું પીવુ વધારે ફાયદાકારક છે.