
શરીરમાં ઝિંકની કમી હોવા પર શરીર પર દેખાશે આ લક્ષણ, ઓળખી આ રીતે કરો ઈલાજ
ઘણી વખત ડાઈટમાં ઝિંકની ઉણપ હોય છે, જેના લીધે તે સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર અને ખરાબ અસર કરે છે. આજની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં લોકો જે પ્રકારની ડાઈટ લેવી જોઈએ તે નથી લેતા.
આજની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પોતાની ડાઈટનું સરખુ ધ્યાન નથી રાખતા. ઘણી વખત એવું બને છે કે વધુ પડતું જંક ફૂડ ખાવાથી શરીરમાં ઝિંકની ઉણપ થવા લાગે છે.
શરીરમાં ઝિંકની ઉણપને કારણે શરીર પર ઘણા લક્ષણો જોવા મળે છે. આજે આપણે શરીરમાં ઝિંકની ઉણપ હોય ત્યારે શરીર પર દેખાતા સંકેતો વિશે જાણો.
ઈમ્યુમિનિટીને મજબૂત કરવા માટે ઝિંક ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેની ઉણપને કારણે શરીરમાં અનેક પ્રકારના ઈન્ફેક્શન થાય છે. જેમ કે શરદી, ઉધરસ, કાનમાં ઇન્ફેક્શન વગેરે મટાડતા નથી.
શરીરમાં ઝિંકની ઉણપ હોય તો કોઈપણ પ્રકારના ઘાને મટાડવામાં મુશ્કેલી થાય છે. તેની ઉણપને કારણે ઘા ઝડપથી રૂઝ થતો નથી.
સ્કિન અને વાળને હેલ્દી રાખવા માટે ઝિંક ખૂબ જરૂરી છે. શરીરમાં તેની ઉણપને કારણે વાળ ખરવા, ડ્રાઈ સ્કિન, ખીલ અને સ્કિન અને ઘા જેવા ગંભીર લક્ષણો દેખાય છે.