1. Home
  2. ગુજરાતી
  3. આ અઠવાડિયે ટીઆરપી ચાર્ટમાં થયો મોટો ફેરફાર,ઈમલીને પાછળ છોડી આ સીરીયલ આવી આગળ
આ અઠવાડિયે ટીઆરપી ચાર્ટમાં થયો મોટો ફેરફાર,ઈમલીને પાછળ છોડી આ સીરીયલ આવી આગળ

આ અઠવાડિયે ટીઆરપી ચાર્ટમાં થયો મોટો ફેરફાર,ઈમલીને પાછળ છોડી આ સીરીયલ આવી આગળ

0
Social Share
  • આ અઠવાડિયે ટીઆરપી ચાર્ટમાં થયો મોટો ફેરફાર
  • ઈમલીને પાછળ છોડી યે હે ચાહતે આવી આગળ
  • ‘અનુપમા’ લાંબા સમયથી TRP ચાર્ટમાં નંબર વન પર

મુંબઈ:ટીવી સીરીયલોનો ટીઆરપી ચાર્ટ સામે આવ્યો છે.બાર્ક ઈન્ડિયાએ આ વર્ષના 12મા સપ્તાહની TRP યાદી જાહેર કરી છે.આ અઠવાડિયે યાદીમાં મોટો ફેરફાર થયો છે.’અનુપમા’ લાંબા સમયથી TRP ચાર્ટમાં નંબર વન પર છે અને આ અઠવાડિયે પણ તે જ જોવા મળ્યું છે.પરંતુ બાકીની સીરીયલોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.સ્ટાર પ્લસની લોકપ્રિય સીરીયલ ‘ઈમલી’ની ટીઆરપી સતત ઘટી રહી છે, જેના કારણે બીજી ઘણી સીરિયલ ‘ઈમલી’ને પાછળ છોડી ગઈ છે. આવો અમે તમને આ સપ્તાહની ટીઆરપી યાદી બતાવીએ

અનુપમા 

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાની સીરીયલ ‘અનુપમા’ TRP ચાર્ટ પર રાજ કરી રહી છે.આ સીરીયલ લાંબા સમયથી આ ચાર્ટમાં નંબર વન પર રહી છે.દર્શકોને આ સીરીયલની વાર્તા ખૂબ જ પસંદ આવી રહી છે. આ દિવસોમાં અનુપમા અને અનુજના લગ્નનો ટ્રેક સીરીયલમાં ચાલી રહ્યો છે,જેના માટે અનુપમાને દરેકના ટોણા સાંભળવા પડે છે.દર્શકોને આ ટ્રેક ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

ગુમ હે કિસી કે પ્યાર મેં  

આ અઠવાડિયે પણ સીરીયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ TRP લિસ્ટમાં બીજા નંબર પર રહી છે.આ સીરીયલે લાંબા સમયથી બીજા નંબરને પોતાના નામે રાખ્યો છે.આ સીરીયલમાં નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા સાથે જોવા મળી રહ્યા છે. જયારે, હવે અભિનેતા સચિન શ્રોફ આ સીરિયલમાં પ્રવેશવા જઈ રહ્યા છે, જેના કારણે શોમાં ઘણા વધુ ટ્વિસ્ટ આવતા જોવા મળી શકે છે.

 યે હે ચાહતે  

આ અઠવાડિયે સીરીયલ ‘યે હૈ ચાહતેં’ ટીઆરપીની યાદીમાં ત્રીજા નંબર પર રહી છે.ગયા અઠવાડિયે આ સીરીયલ સાથે ‘ઈમલી’ પણ ત્રીજા નંબર પર આવી હતી,પરંતુ હવે ‘યે હૈ ચાહતેં’એ ‘ઈમલી’ને પછાડીને ત્રીજું સ્થાન પોતાના નામે કરી લીધું છે.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સ્ટાર પ્લસની લોકપ્રિય સીરીયલોમાંથી એક છે.આ સીરીયલ આ અઠવાડિયે ટીઆરપી ચાર્ટમાં ચોથા નંબર પર રહી છે.આ સીરીયલમાં અક્ષરા અને અભિમન્યુના લગ્નનો ટ્રેક ચાલી રહ્યો છે, જે દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

ઈમલી

સીરીયલ ‘ઈમલી’ ટીઆરપી લિસ્ટમાં પાંચમા નંબર પર પહોંચી ગઈ છે. સુમ્બુલ તૌકીર અભિનીત આ સીરીયલ ટીઆરપી ચાર્ટમાં મોટાભાગે નંબર 2 કે 3 પર રહે છે પરંતુ આ સપ્તાહના ટીઆરપી ચાર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે,’ઈમલી’ની લોકપ્રિયતા થોડી ઘટી રહી છે.સીરીયલમાં ઈમલી (સુમ્બુલ તૌકીર)ના લગ્નનો ટ્રેક ચાલી રહ્યો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code