Site icon Revoi.in

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટને ઉડાવી દેવાની મળી ધમકી

Social Share

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની હતી. જેદ્દાહથી અમદાવાદ આવેલી ઈન્ડિગોની ફ્લાઈટમાંથી એક હસ્તલિખિત નનામી ચિઠ્ઠી મળી આવી હતી જેમાં અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી છે. સુરક્ષા એજન્સી દ્વારા તમામ પ્રવાસીઓને ફ્લાઈટમાં બહાર કાઢી કાઢીને ચિઠ્ઠી લખનારની ઓળખ મેળવવા માટે તમામનાં રાઈટિંગ સેમ્પલ લેવાયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ એરપોર્ટ પર આવેલી ઇન્ડિગો ફ્લાઈટમાંથી મુસાફરો બહાર નીકળ્યા ત્યારબાદ ક્લીનર દ્વારા ફ્લાઇટ ક્લીન કરવામાં આવી રહી હતી. તે દરમિયાન હાથથી લખેલી ચિઠી મળી આવી હતી.જેમાં એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ભરેલી ચિઠી અંગે એરપોર્ટ ઓથોરિટીએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી છે. દરમિયાન અન્ય સુરક્ષા એજન્સીના અધિકારીઓ પણ પહોંચ્યા હતા. અને ફ્લાઈટની અંદર જઈને તપાસ કરી હતી. હસ્તલિખિત મળેલી ચિઠ્ઠી એફએસએલમાં પણ મોકલવામાં આવી છે. તથા જે પણ પ્રવાસીઓ ફ્લાઈટમાં હતા તેના પણ લખાણના સેમ્પલ લેવામાં આવ્યા હતા પ્રવાસીમાંથી કોઈ મુસાફરે ચિઠ્ઠી લખેલું સાબિત થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

સૂત્રોના કહેવા મુજબ ત્રણ મહિના પહેલાં પણ ઈન્ડિગોની ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી મળી હતી. વડોદરા એરપોર્ટ સહિત વિવિધ 40 એરપોર્ટ પર ફ્લાઈટમાં બોમ્બ મુકાયો હોવાની ધમકી મળી હતી. જે તે સમયે વડોદરા પોલીસ સહિતની એજન્સીઓએ તપાસ કરતા કંઈ મળ્યું ન હતું.