Site icon Revoi.in

ઉના તાલુકાના અહેમદપુર માંડવી બીચ પર ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલનો શુભારંભ

Social Share

જૂનાગઢઃ ગીરસોમનાથના ઉના તાલુકાના અહેમદપુર માંડવી બીચ પર ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલનો શુભારંભ થયો છે. ગીરના ધારાસભ્ય ભગવાન બારડ અને જિલ્લા કલેક્ટર દિગ્વિજય સિંહ જાડેજા દ્વારા બીચ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે આયોજિત સંગીત સંધ્યા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે, કે ગુજરાતના અજાણ્યા સ્થળોને પ્રવાસીઓ જાણી શકે તેમજ ગુજરાતના સમુદ્રી તટોનો આનંદ માણી શકે તે માટે બીચ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી છે.

ગુજરાત પ્રવાસન વિભાગ અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજથી ઉનાનાં અહેમદપુર માંડવી ખાતે ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલનું આયોજન થયું નામાંકિત ગાયક કલાકાર અનુપશંકરે હજ્જારો લોકોને ડોલાવ્યાં હતા. તો વિવિધ સ્ટોલે અનેરું આકર્ષણ જમાવ્યું છે. તાલાળા ગીરનાં ધારાસભ્ય અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા સહિત અનેક પદાધિકારીઓ અને અધિકારીઓ મંચ પરથી લોકો સાથે ગરબે રમ્યા હતા.
    
ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લામાં ઘણાં એવા સમુદ્ર તટ છે જે અન્ય રાજ્યોના બીચને પણ ટક્કર મારે તેવા છે. તે પૈકીનો એક બીચ એટલે ઉના તાલુકાનાં અહેમદ પુર માંડવીનો બીચ. આ બીચ અત્યાર સુધી બહારના પ્રવાસી ઓ માટે અજાણ્યો હતો. ગીર સોમનાથ કલેકટરના ધ્યાને આ બીચ આવતા તેઓએ ગુજરાત સરકારમાં રજુઆત કરી અને સફળતા મળી હતી. ગુજરાત ટુરિઝમ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રએ સાથે મળી બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે.

આ બીચ ફેસ્ટિવલનો હેતુ ગુજરાતનું ટુરિઝમ વધારવા અને અજાણ્યા સ્થળોને પ્રવાસીઓ જાણી અને માણી શકે તે રહેલો છે. આ ઉપરાંત આ સ્થળે ટુરિઝમ વધવાથી સ્થાનિક રોજગારી પણ તો ગુજરાતના પ્રવાસી ઓને સમુદ્રી તટનો આનંદ માણવા ગુજરાત બહાર જવાની જરૂર પણ નહીં રહે. આથી વિશેષ દેશનાં અને વિશ્વના પ્રવાસીઓના ધ્યાનમાં આવા સમુદ્રિય તટ આવે તો તેઓને પણ અહીં ફરવા આવવાની ઉત્કંઠા વધે તે સ્વાભાવિક છે.

Exit mobile version