Site icon Revoi.in

જામનગરમાં મકાનની છત ધરાશાયી થતાં પરિવારના 3 લોકોને બચાવાયા

Social Share

જામનગર, 07 ઓગસ્ટ 2026 : Three family members rescued after house roof collapses શહેરના રંગમતી પાર્ક, શેરી નં. 2માં ગુરુવારે બપોરના ટાણે એક વર્ષો જૂના મકાનની છત ધડાકા સાથે તૂટી પડતા મકાનમાં રહેતા પ્રતાપગિરિ ગોસાઈ (ઉં.વ.61), તેમના પત્ની ડોલીબહેન (ઉં.વ.54) અને પુત્ર સાગર (ઉં.વ.27) કાટમાળ નીચે દટાયા હતા. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને 108ની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ત્રણેયને જીવતા બહાર કાઢી સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ બનાવની વિગત એવી છે કે,  શહેરના રાજ પાર્ક નજીક આવેલા રંગમતી પાર્ક શેરી નં. 2માં ગુરુવારે બપોરે આશરે ચાર વાગ્યાના અરસામાં એક જૂના મકાનની છત અચાનક ધરાશાયી થતાં દંપતી અને પુત્ર સહિત ત્રણ વ્યક્તિ કાટમાળ નીચે દટાયા હતા. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં ફાયર જવાનની સતર્કતાથી ત્રણેયને જીવતા બહાર કાઢી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ફા.ર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ શહેરના રંગમતી પાર્ક શેરી નંબર-2માં  આશરે 40થી 45 વર્ષ જૂના મકાનમાં પ્રતાપગિરિ ગોસાઈ (ઉં.વ.61), તેમના પત્ની ડોલીબહેન પ્રતાપગિરિ ગોસાઈ (ઉં.વ.54) અને પુત્ર સાગર પ્રતાપગિરિ ગોસાઈ (ઉં.વ.27) હાજર હતા. દરમિયાન અચાનક મકાનની છત ધરાશાયી થતાં ત્રણેય કાટમાળ નીચે દટાયા હતા. પ્રતાપગિરિ ગોસાઈ પર છતનો મોટો ભાગ પડતાં તેઓ કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં નજીકમાં રહેતા ફાયર બ્રિગેડના નિવૃત્ત કર્મચારી સુરેશભાઈ ચૂડાસમાએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. જાણ થતાં જ ફાયર ઓફિસર જસ્મીનબહેન ભેંસદડીયા, ઉમેશ ગામેતી સહિત પાંચથી વધુ ફાયર જવાનો રેસ્ક્યૂ વાન સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ કાટમાળ હટાવી પ્રતાપગિરિ ગોસાઈને જીવતા બહાર કાઢ્યા હતા. અને ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી ત્રણેયને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Exit mobile version