Site icon Revoi.in

ગાંધીનગરના વાવોલમાં સોલાર પેનલના વેપારી દંપત્તી સાથે બે લાખ પડાવી ઠગ ફરાર

Social Share

ગાંધીનગરઃ શહેરના વાવોલ વિસ્તારમાં સોલાર પેનલનો વ્યવસાય કરતા એક દંપતી સાથે ધંધાકીય વિશ્વાસ કેળવી અમદાવાદની એક કંપનીના ઠગ કર્મચારીએ 580 પેનલ આપવાના બહાને બે લાખથી વધુની ઓનલાઈન ઠગાઈ આચરવા આવતા સેક્ટર 7 પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, ગાંધીનગરના વાવોલ વૈદેહી-1માં રહેતા આનંદસિંહ મફતલાલ ડાભલ તેમના પત્ની હેતલબેન સાથે સોલાર પેનલનું કામ છેલ્લા ત્રણ વર્ષથી કરે છે. ગત 1 જુલાઈના રોજ હેતલબેને અમદાવાદની એક સોલાર પેનલની કંપનીનો કોન્ટેક્ટ કરતા ભાગ્યેશ અકબરી (રહે. નવજીવન એપાર્ટમેન્ટ, પાલડી) સાથે વાતચીત થઈ હતી. બાદમાં ભાગ્યેશ અકબરી સાથે 580 સોલાર પેનલ ખરીદવા માટેનું નક્કી કરી 4 જુલાઈના રોજ 50 હજાર ઓનલાઈન મોકલી આપ્યા હતા. જોકે, ઓનલાઈન પેમેન્ટમાં રતનપુરી ગોસ્વામીનું નામ આવતુ હોવાથી ભાવેશને જાણ કરી હતી. એ વખતે તેણે કંપનીનો સ્ટ્રક્ચરનો માણસ છે તેનો નંબર હોવાનો ખુલાસો કર્યો હતો. જેના ઉપર વિશ્વાસ રાખીને 5 જુલાઈના રોજ 1 લાખ, 9 જુલાઇના રોજ 52,800 એમ જુદા-જુદા હપ્તામાં કુલ રૂ. 2,02,800 ઓનલાઈન ફોન પેથી મોકલી આપ્યા હતા. ત્યાર બાદ ભાવેશે શિવમ એનર્જીસ કંપનીમાંથી 580 પેનલ મોકલી આપવાની ખાત્રી આપી હતી. 10 જુલાઈના રોજ ભાવેશ વાવોલ આવ્યો હતો, જેને લઈને આનંદસિંહ મોટા ચિલોડા ખાતે અન્ય એક ગ્રાહકને સોલાર પેનલ માટે મળવા લઈ ગયા હતા. બાદમાં ભાવેશ તેમને હોટેલ લીલા ખાતે ઉતારી ફોક્સ વેગન કંપનીની નેવી બ્લ્યુ કલરની કારમાં રવાના થઈ ગયો હતો. જે બાદથી તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો.

આથી આનંદસિંહે અમદાવાદ જઈને કંપનીમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, ભાગ્યેશ અકબરી પહેલા નોકરી કરતો હતો. આખરે પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતા આનંદસિંહની ફરિયાદના આધારે સેક્ટર 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version