1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સમય બળવાનઃ અંગ્રેજોનો વિરોધ કરનારા ગાંધીજીની પ્રતિમા સમક્ષ બ્રિટનના PMનું નમન
સમય બળવાનઃ અંગ્રેજોનો વિરોધ કરનારા ગાંધીજીની પ્રતિમા સમક્ષ બ્રિટનના PMનું નમન

સમય બળવાનઃ અંગ્રેજોનો વિરોધ કરનારા ગાંધીજીની પ્રતિમા સમક્ષ બ્રિટનના PMનું નમન

0
Social Share

અમદાવાદઃ ભારત ઉપર અંગ્રેજોએ 200 વર્ષ સુધી શાસન કર્યું હતું. 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી હતી. ભારતની આઝાદી માટે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ સહિતના મહાનુભાવોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ગાંધીજીની આગેવાનીમાં કોંગ્રેસે અંગ્રેજો સામે આંદોલન કર્યું હતું. 100 વર્ષ પહેલા માર્ચ 1922માં અમદાવાદમાં જ અંગ્રેજોએ રાજદ્રોહના કેસમાં ગાંધીજીને સજા ફરમાવી હતી. સમય બળવાન હોવાનું કહેવાય છે અને 1922માં ગાંધીજીને સજા કરનારા અંગ્રેજોના દેશ યુનાઈડેટ કિંગડમ એટલે કે યુકે(બ્રિટન) વડાપ્રધાન બોરિસ જ્હોન્સન અમદાવાદની મુલાકાતે આવ્યાં છે એટલું જ નહીં સાબરમતી આશ્રમમાં બ્રિટનના પીએમ જ્હોનસને સત્ય અને અહિંસાના પુજારી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુરતની આંટી પહેરાવીને બે હાથ જોળીને નમન કર્યું હતું. વર્ષો પહેલા આઝાદીની લડત લડતા લડવૈયાઓ ઉપર જુલામ ગુજારતા અંગ્રેજો ગાંધીજીના મૂલ્યોને અનુસરે છે. અમદાવાદની મુલાકાતે આવેલા બ્રિટનના પીએમ જ્હોનસન સત્ય અને અહિંસાની વાત કરી રહ્યાં છે. અમદાવાદમાં જ ગાંધીજીએ દેશની આઝાદીનો પાયો નાખીને આંદોલનનો પ્રારંભ કર્યો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર ભારતની નજરે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. ભારત ઉપર વર્ષો સુધી શાસન કરનારા યુકેના હાલના પીએમ ભારતની મુલાકાતે આવ્યાં છે. આજે સોશિયલ મીડિયામાં ગાંધીજીનો એક ફોટો વાયરલ થયો છે. આજથી 100 વર્ષ પહેલા માર્ચ 1922માં મહાત્મા ગાંધીજી પોતાની સામેના એક કેસની સુનાવણીના ભાગરૂપે બ્રિટિશ જજની સામે ઉભેલા જોવા મળ્યાં હતા. બ્રિટિશ સરકાર વિરુદ્ધ યંગ ઇન્ડિયામાં લખેલા ત્રણ લેખ બદલ ગાંધીજીને રાજદ્રોહનો સામનો કરવો પડ્યો હતો. માર્ચ 1922માં ચાલેલા આ કેસમાં મહાત્મા ગાંધી સેશન્સ જજ બ્રૂમફિલ્ડની સામે ઊભા હતા. આ ઐતિહાસિક ખટલાનાં 100 વર્ષ બાદ આજે સાબરમતી આશ્રમ ખાતે બ્રિટિશ પીએમ બોરિસ જ્હોન્સન અહિંસાના પૂજારી ગાંધીજીની પ્રતિમા સામે બે હાથ જોડીને નમન કરતા જોવા મળ્યાં હતા. આ દ્રશ્ય જોઈને ગાંધીવાદીઓ સહિત દેશની જનતાએ ભારતીય હોવાનો ગર્વ અનુભવ્યો હતો. માર્ચ 1922માં જ રાજદ્રોહના આરોપસર ગાંધીજીને અમદાવાદના શાહીબાગના સર્કિટ હાઉસમાં 6 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત મહાશક્તિ બનવા તરફ આગળ વધી રહ્યું છે અને ભારત સાથે સારા સંબંધો રાખવાની સાથે વેપાર કરવા માટે દુનિયાના મોટાભાગના દેશો ઈચ્છી રહ્યાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code