1. Home
  2. ગુજરાતી
  3. ટાઈમ મેગેઝિન એ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને ‘પર્સન ઑફ ધ યર’ તરીકે પસંદ કર્યા
ટાઈમ મેગેઝિન એ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને ‘પર્સન ઑફ ધ યર’ તરીકે પસંદ કર્યા

ટાઈમ મેગેઝિન એ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને ‘પર્સન ઑફ ધ યર’ તરીકે પસંદ કર્યા

0
Social Share
  • ટાઈમ મેગેઝિનની પસંદગી ઝેલેસ્કી
  •  યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને ‘પર્સન ઑફ ધ યર’ તરીકે પસંદ 

દિલ્હીઃ- ટાઈમ મેગેઝિન દરવર્ષે પર્સન ઓફ ઘ યર તરીકે કોઈ નામાકિંત વ્યક્તિની પસંદગી કરે છે ત્યારે ટાઈમ મેગેઝિને યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સ્કી અને “યુક્રેનની ભાવના” ને તેના 2022 પર્સન ઓફ ધ યર તરીકે નામ આપ્યું છે.પાછલા 12 મહિનામાં વૈશ્વિક ઘટનાઓ પર સૌથી વધુ પ્રભાવ પાડ્યો હોય તેવી ઘટનાને લઈને વ્યક્તિને આ એવોર્ડ આપવામાં આવે છે.

ટાઈમ મેગેઝીને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને ‘સ્પિરિટ ઓફ યુક્રેન’ને ‘પર્સન ઓફ ધ યર 2022’ તરીકે પસંદ કર્યા છે. ટાઈમ મેગેઝીને તાજેતરના અંકમાં ઝેલેન્સકીને કવર પેજ પર સ્થાન આપ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ઝેલેન્સકી છેલ્લા 10 મહિનાથી પોતાના દેશ અને દેશવાસીઓની સાથે અડગ ઊભા છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીની સાથે સાથે “ધ સ્પિરિટ ઓફ યુક્રેન” ને પર્સન ઓફ ધ યર 2022 જાહેર કર્યા છે. ટાઈમ મેગેઝીને બુધવારે આની જાહેરાત કરી હતી. છેલ્લા 12 મહિનામાં વૈશ્વિક ઘટનાઓમાં સૌથી વધુ પ્રભાવ પાડનાર વ્યક્તિને આ એવોર્ડ આપવામાં આવે છે.અન્ય ફાઇનલિસ્ટમાં ઈરાન, ચીનના નેતા શી જિનપિંગ અને યુએસ સુપ્રીમ કોર્ટના વિરોધીઓ સામેલ હતા.ફાઈનલ નામ યુર્નેના રાષ્ટ્રપતિ નું રહ્યું મેગેઝિને તેમના પર પોતાની પસંદગી ઉતારી હતી.

આ એવોર્ડ એવા વ્યક્તિઓને આપવામાં આવે છે જેમણે પાછલા વર્ષમાં વૈશ્વિક ઘટનાઓ પર સૌથી વધુ પ્રભાવ પાડ્યો હોય. ટાઇમના એડિટર-ઇન-ચીફ એડવર્ડ ફેલસેન્થલના જણાવ્યા મુજબ, “જ્યારે યુક્રેન માટેની લડત ભયભીત અથવા આશાથી ભરે છે, ત્યારે વોલોડિમિર ઝેલેન્સકીએ વિશ્વને એવી રીતે પ્રેરણા આપી છે જે આપણે દાયકાઓથી જોઈ નથી.”આસાથે જ કહ્યું કે તેઓને યુક્રેનના રાષ્ટ્રપતિને ચૂંટવાનો નિર્ણય સૌથી સ્પષ્ટ હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code