1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહેસાણા હાઈવે પર લકઝરી બસ ડિવાઈર કૂદીને ટ્રક સાથે અથડાતા બેના મોત, 13ને ઈજા
મહેસાણા હાઈવે પર લકઝરી બસ ડિવાઈર કૂદીને ટ્રક સાથે અથડાતા બેના મોત, 13ને ઈજા

મહેસાણા હાઈવે પર લકઝરી બસ ડિવાઈર કૂદીને ટ્રક સાથે અથડાતા બેના મોત, 13ને ઈજા

0
Social Share

મહેસાણા, 12 મે 2026 : Two killed as luxury bus overturns and collides with truck રાજ્યના નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ મહેસાણા હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. મહેસાણા હાઈવે પર મોટી દાઉ ગામ નજીક ગઈ મોડી રાત્રે પૂરપાટ ઝડપે જતી એક લક્ઝરી બસે ડિવાઈડર કૂદીને સામેની સાઈડથી આવતી કેળા ભરેલી ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. આ કરુણ દુર્ઘટનામાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે 13 જેટલા પ્રવાસીઓને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે. કે, મહેસાણા-પાલનપુર નેશનલ હાઈવે પર મોટી દાઉ ગામ નજીક ગઈ મોડી રાત્રે પૂરપાટ ઝડપે જતી એક લક્ઝરી બસે ડિવાઈડર કૂદીને સામેની સાઈડથી આવતી કેળા ભરેલી ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. આ કરુણ દુર્ઘટનામાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.  વડોદરાથી કેળા ભરીને એક ટ્રક રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહી હતી. તે સમયે અમદાવાદ તરફ જઈ રહેલી લક્ઝરી બસના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ધસી આવી હતી અને સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ ટ્રક સાથે અથડાયા બાદ સીધી રોડની સાઈડમાં આવેલી ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક પોલીસ અને રાહદારીઓએ તાત્કાલિક બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 ટ્રક ચાલક તુલસીરામે કહ્યું હતું કે, “અમે અમારી લેનમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક સામેથી લક્ઝરી બસ રોંગ સાઈડમાં આવી ગઈ હતી. કદાચ બસના ડ્રાઈવરને ઊંઘનું જોકું આવી ગયું હોય તેમ જણાય છે. બસ સાવ નજીક આવી જતાં અમે ટ્રકને ફેરવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે બસ ટ્રકના પાછળના ભાગે અથડાઈ હતી. જો સીધી ટક્કર થઈ હોત તો અમારો જીવ બચવો પણ મુશ્કેલ હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code