1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભચાઉના નજીક પ્લાયવુડ કંપનીમાં લાગેલી ભીષણ આગ પર 10 કલાકે કાબુમાં મેળવાયો
ભચાઉના નજીક પ્લાયવુડ કંપનીમાં લાગેલી ભીષણ આગ પર 10 કલાકે કાબુમાં મેળવાયો

ભચાઉના નજીક પ્લાયવુડ કંપનીમાં લાગેલી ભીષણ આગ પર 10 કલાકે કાબુમાં મેળવાયો

0
Social Share

ભૂજ, 12 મે 2026 : Massive fire at plywood company કચ્છના  ભચાઉ તાલુકાના ચોપડવા ગામ પાસે આવેલી રઘુનંદન પ્લાયવુડ નામની કંપનીમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. પ્લાયવુડને કારણે આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગની જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. અને  ભચાઉ સહિત આસપાસની અન્ય 3 ટીમોની મદદ લેવી પડી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સતત 10 કલાક સુધી લાખો લીટર પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો.

ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમને કોલ મળ્યો હતો કે ચોપડવા ગામ પાસે રઘુનંદન પ્લાયમાં આગ લાગી છે. ફાયર ટીમ તત્કાલ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ પ્લાયવુડનો જથ્થો હોવાને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક અસરથી બાજુમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝ, કંડલા ટીમ્બર અને રાપર પાલિકાની ફાયર ટીમોને બોલાવાઈ હતી. પ્લાયવુડના કારણે આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. જેને ઠારવા લાખો લીટર પાણીનો ઉપયોગ કરાયો હતો. 10 કલાકની જહેમત બાદ આગને સંપૂર્ણપણે શાંત પાડવામાં સફળતા મળી હતી. મોટા પ્રમાણમાં માલ-સામાન બળીને ખાક થઈ ગયો છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code