વસ્તુ અને સેવા કર- GST કાયદો અમલમાં આવ્યો તેને આજે આઠ વર્ષ પૂર્ણ થયા. GSTનો અમલ એ દેશના કર ઇતિહાસમાં એક મહત્વની સિદ્ધિ સાબિત થઈ છે. તેનાથી કર વ્યવસ્થામાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે અને વેપાર અનુકૂળ માહોલનું સર્જન થયું છે. GSTએ કરવેરામાં પારદર્શકતા, કુશળતા અને સ્થિરતા આવી છે. વિવિધ કર અને ચાર્જને એકસાથે ભેળવી દેતા કર માળખું સરળ થયું છે.
કરદાતા સેવા મહાનિદેશાલય, મુંબઈ ઝૉનલ એકમ આજે GSTની આઠમી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ પ્રસંગે એકમમાં ફરિયાદ નિવારણ, કરદાતા જાગૃતિ અને લોકસંપર્ક કાર્યક્રમના માધ્યમથી કુશળ અને અસરકારક સેવાઓ ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.