વૈદ્ય પારુલ જોષી
ગુજરાતીમાં તેને પંડોલુ, પંડોળું, પડવલ, જંગલી પાડવેલ, પડવાલ, પડાવલી, પડાવલી, પુડલંકૈ, પોટલકાય તરીકે ઓળખવામાં આવે છે.
અંગ્રેજીમાં સ્નેક ગૌડ, ચાઈનીઝ કુકુમ્બર તરીકે ઓળખાય છે.
હિન્દીમાં ચિચિડા તરીકે ઓળખવામાં આવતું તે એક લાંબુ, પાતળું, પુષ્કોળ પાણી ધરાવતું લીલું શાક છે જે એક વર્ષાયુ વેલાનાં રૂપમાં, છોડની બનાવેલી વાડ પર, ચોમાસામાં ઉગી જાય છે. તેનાં પહોળા, સ્હેજ લંબગોળાકાર, રુંવાટીવાળા પાનમાં ઊંડી 3 – 5 ખાતો હોય છે. પાનની કિનાર દંતુરીત હોય છે. તેનાં પુષ્પો નર અને માદામાં, નરપુષ્પ ડાળીનાં ખૂણાંમાંથી લાંબી ડાંડીનાં છેડા પર માંજરના રૂપમાં એકસાથે 8 – 15નાં ઝુમખામાં નીકળે છે. પુષ્પની પાંખડીઓ લંબગોળ અણીયાળી, પુંકેસર 3, માદા પુષ્પો એકલા ઉગે અથવા પુંપુષ્પોની વચ્ચે, પણ હોય એક જ. બીજાશય નીચે, લંબગોળ, એકકોષી, બીજ અનુપ્રસ્થ હોય છે. તેના રાત્રી વિકાસી સફેદ ફૂલો ની પાંદડોઓ પર લાંબા અનેક શાખાઓવાળા તાંતણા લાગેલા હોય છે જે દિવસે પુષ્પની અંદર સંકોચાઈને રહે પણ સૂર્યાસ્ત પછી અંધારું થતા પુષ્પ ખીલે એટલે પાછા બહાર આવે એટલે પુષ્પના આકર્ષક દેખાવમાં ઉમેરો કરે છે.
તેને જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે પુષ્પો આવે છે. તે પછી ફળ બેસે.
ફળ લંબગોળ, પ્રમાણમાં પાતળા, લીલી છાલ પર ઊભી સફેદરંગની લીટીઓવાળા, લંબાઈમાં દોઢસો સેન્ટી મીટર, દોઢફૂટથી વધારે દોઢ મીટર સુધી લાંબા મળે છે. લંબાઈ વધે, તો તે વાંકા વળી જતા હોઈ, તેમના છેડે વજન બાંધવાથી તે સીધા ઊગે છે. ફળમાંથી એક હળવો સ્વાદ આવે છે. પંડોલુનાં એક વેલા ઉપર નર અને નારી પુષ્પો હોઈ જાતેજ ફલીકરણની ક્ષમતા ધરાવે છે.
વેલાને ચડવાની સરળતા માટે વેલામાંથી 2 – 3 તાંતણા નીકળે છે. પંડોલુનાં કૂળ કુકુરબીટેસી છે. તેનાં ભાઈ બહેનોમાં કારેલાં, કાકડી, કોળું, ટેટી, તૂરીયા, જંગલીકાકડી મુખ્ય છે.
પંડોલુની જંગલી પ્રજાતિ ઉષ્ણકટિબંધમાં – દક્ષિણ એશીયામાં ભારત, બાંગલાદેશ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, દક્ષિણપૂર્વી એશીયામાં – ઈન્ડોનેશીયા, મલયેશીયા, મ્યાનમાર, ફિલિપીન્સ, થાઈલેન્ડ, વિયેટનામ, પૂર્વી એશીયામાં – દક્ષિણ ચીનનાં – ખાસ કરીને ગૌંગઝી અને યુન્નાન પ્રદેશો, ઉત્તરી ઓસ્ટ્રેલીયા અને આફ્રિકાનાં ફ્લોરિડા, ભારતીય અને પેસિફિક મહાસાગરનાં ટાપુઓ તેના કુદરતી નિવાસો છે પણ તેની ખેતીની શરૂઆત ભારતમાં થઈ. સદીઓ વિતવા સાથે તે અન્ય દેશોમાં પહોંચી ત્યાંનો રહેવાસી થયો અને ત્યાંનાં હવા, પૃથ્વી પ્રમાણે, નવી પ્રજાતિઓમાં પરિવર્તિત પણ થયો – ટ્રાઇકોસેન્થેસ કીરીલોવી – ચીની પ્રકાર
ટ્રાઇકોસેન્થેસ ઓવીગેરા – જાપાની પ્રકાર
લાગેનારીઅ સીસેરારીઅની ખેતી કરાય છે પણ ટ્રાઇકોસેન્થેસ નામ નથી અપાયું.
ટ્રાઇકોસેન્થેસ ડાઈઓઈકા કે પરવાલ પ્રકારમાં ફળ આગળથી સ્હેજ અણીવાળા હોય છે અને કાચા ખવાય છે.
ટ્રાઇકોસેન્થેસ અંગૌંના, ટ્રાઇકોસેન્થેસ કુકુમેરીના વાર. એંગૌનાની ખેતી કરાય છે.
ટ્રાઇકોસેન્થેસ કુકુમેરોઈડીસ જાપની પ્રજાતીને મળતું આવે છે પણ ટ્રાઇકોસેન્થેસ પીલોસાનું ફળ ગોળથી ઈંડા જેવા આકારનું 7 સેન્ટીમીટર લાંબુ હોય છે. તેનો પોચો, થોડો ચીકણો માવો લુફ્ફા અને કાલાબાશ જેવો છે. અમુક પ્રજાતિમાં કાચા ફળમાંથી દુર્ગંધ, સ્હેજ કડવો સ્વાદ આવે છે જેને રાંધતા જતો રહે છે. તે ફળ જેમ પાકે તેમ કડવાશ વધે છે. તેનાં લાલરંગના માવાનો આફ્રિકામાં ટામેટાની જગ્યાએ ઉપયોગ કરાય છે – ચીચીન્ડા પડવાલ, સ્નેક ટોમેટો. તેના વેલાની કુંપણો, ડાળીનાં તાંતણાં, પાન સલાડ બનાવી ખવાય છે.
ટ્રાઇકોસેન્થેસ કુકુમેરીના વાર, જંગલી હોઈ જાતે ઊગી નીકળે છે. આજે તે આફ્રિકાના ઘરોમાં ઉગાડી, ખાસ કરીને ટામેટાનાં ભાવ વધે, ત્યારે તેની અવેજીમાં ખટાશ માટે વપરાય છે.
પોષણક્ષમતા –
કાચા ફળમાં 94.6 ટકા જેટલું ઊચું ભેજનું પ્રમાણ, પોટાશ્યમ 121.6 mg/100 g, ફોસ્ફરસ 135 mg/100 g, બાયોએક્ટિવ ફીનોલિક્સ 46.8%, ફ્લેવોનોઈડ્ઝ 78%. તેમાં વિટામિન એ, સી, ઈ, આયર્ન સારા પ્રમાણમાં છે.
તેનાં બીજમાં પ્રોટીન 28.59%, ચરબી 51.53%, ટ્રાઈટર્પીનીસ જેવા કે કુકુર્બીટેસીન બી, લુટીન કેરોટીનોઈડ્ઝ 15.6-18.4 mg/100 g,
ઔષધીય મહત્ત્વ –
ડાયાબીટીસ વિરોધી, હેપાટોપ્રોટેક્ટિવ – યકૃતરક્ષક, સોજો ઉતારનાર, પેટની રક્ષા કરનાર હોઈ તેનાં મૂળ, પાન, ફળ, બીજને સૂકવીને ડાયાબીટીસ, તાવ, ચામડીનાં રોગોનાં ઔષધ તરીકે વપરાય છે. પડવલનાં પાન, મૂળ, બીજ બ્રોંકાઈટીસ, હૃદયની તકલીફોને દૂર કરે છે. તેમાં કેલરી અને ચરબીનું પ્રમાણ નહિવત હોઈ, વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમાં પાણી વધુ હોવાથી શરીરમાં પાણીનું સંતુલન જાળવી રાખવા સાથે ઠંડક આપે છે. તેમાં રહેલું ફાઇબર, પાચનક્રિયાને મજબૂત બનાવે છે. તે ફેફસાંનો રોગ બ્રોંકાઈટીસને દૂર કરે છે. હૃદયનું બળ વધારે છે.
પડવલનો મુખ્ય ઉપયોગ- રોજિંદા મસાલેદાર શાક, સ્ટિર-ફ્રાય, સ્ક્વેશ બનાવવા, દાળ, સૂપ બનાવવામાં કરાય છે. આ શાકભાજી પચવામાં હળવું હોવાથી તેને દાળ અથવા ગરમ સૂપમાં ઉમેરીને પણ ખાઈ શકાય છે. તે ખેતપેદાશ છે અને ટામેટાની અવેજી છે.
વાનગી બનાવવાની રીત: પડવાલની વાનગી બનાવવા માટે કાપતા પહેલાં તેની પાતળી રાખોડી સફેદરંગની ઉપરની છાલને બુઠ્ઠા ચપ્પુથી હળવેથી ઉતારી દૂર કરવી, અંદરના બીજ કાઢી, નાનાં ટુકડારૂપમાં સમારવામાં આવે છે. તેને સરસીયા, અડદની દાળ, તાજા છીણેલાં કોપરા સાથે રાંધી શાક રોટલી કે ભાત સાથે ખવાય છે. ફળને સૂકવીને સાબુની જેમ વપરાય છે. શાકભાજી માર્કેટમાં તેમજ ઑનલાઇન ગ્રોસરી પર સરળતાથી મળે છે.










