
પીએ મોદી આજે મેરઠની મુલાકાત લેશે – મેજર ઘ્યાનચંદ ખેલ વિશ્વવિદ્યાલયનો કરશે શિલાન્યાસ
- પીએમ મોદી આજે મેરઠની મુલાકાતે
- મેજર ઘ્યાનચંદ ખેલ વિશ્વવિદ્યાલયનો કરશે શિલાન્યાસ
દિલ્હીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી આજે 2જી જાન્યુારીના રોજ ઉત્તરપ્રદેશની મુલાકાત લેનાર છે, પીએમ મોદી મેરઠના સરથાણાના સલવા ગામમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. આ જોતાં બીજી તારીખે મુરાદનગરથી ખતૌલી સુધી ગંગનાહર ટ્રેક પણ બંધ રાખવામાં આવ્યો છે. આ સમગ્ર ટ્રાફિક NH-58 પર જ ચાલશે.
એસપી ટ્રાફિક જિતેન્દ્ર કુમાર શ્રીવાસ્તવે આ બાબતે લઈને શનિવારના રોજ જણાવ્યું હતું કે સલવામાં કાર્યક્રમના સ્થળે પહોંચવા માટે, દૌરાલા ફ્લાયઓવરની નીચે NH-58થી કસ્બા દૌરાલામાં ઝંડા ચોપલા રેલવે ફ્લાયઓવર પર એક માર્ગ બનાવવામાં આવ્યો છે.દૌરાલા સરથાણા રોડથી એટર્ના કેનાલ બ્રિજ થઈને માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે જ જનપ્રતિનિધિઓ આ માર્ગનો ઉપયોગ P-4A ખાતે કાર પાર્કિંગ સ્થળ સુધી પહોંચવા માટે કરશે.
હેલિપેડ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત અને વિદાય લેનારા લોકોના વાહનો NH 58 થી સાતેડી તરફના સાતેડી ઈન્ટરસેક્શન પર ડાબો વળાંક લેશે અને હેલિપેડની નજીકના VVIP પાર્કિંગમાં પહોંચશે.આ રીતે સમગ્ર ટ્રાફીકનું નિયંત્રણ કરવામાં આવી ચૂક્યું છે પીએમ મોદીના આગમનને લઈને સમગ્ર તૈયારીઓ થઈ ચૂકી છે.
પીએમ મોદીની આગમનની તૈયારીઓ છેલ્લા ઘણા દિવસોથી થી રહી છે ત્યારે ટ્રાફિકને લઈને નાની નાની બાબતોનું ધ્યાન આપવામાં આવ્યું છે.બપોરે લગભગ 1 વાગ્યે મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. લગભગ રૂ.700 કરોડ રૂપિયાનાં અંદાજિત ખર્ચે મેરઠના સરથાણા નગરના સલવા અને કૈલી ગામમાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.
સ્પોર્ટ્સ યુનિવર્સિટી સિન્થેટિક હોકી ગ્રાઉન્ડ, ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ/વોલીબોલ/હેન્ડબોલ/કબડ્ડી ગ્રાઉન્ડ, લૉન ટેનિસ કોર્ટ, જિમ્નેશિયમ હોલ, સિન્થેટિક રનિંગ સ્ટેડિયમ, સ્વિમિંગ પૂલ, બહુહેતુક હોલ સહિત આધુનિક અને અત્યાધુનિક સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ હશે. સાયકલિંગ વેલોડ્રોમ, યુનિવર્સિટીમાં શૂટિંગ, સ્ક્વોશ, જિમ્નેસ્ટિક્સ, વેઇટલિફ્ટિંગ, તીરંદાજી, કેનોઇંગ અને કાયાકિંગ સહિતની અન્ય સુવિધાઓ પણ હશે. યુનિવર્સિટીમાં 540 મહિલા અને 540 પુરૂષ ખેલાડીઓ સહિત 1080 ખેલાડીઓને તાલીમ આપવાની ક્ષમતા જોવા મળશે.