1. Home
  2. ગુજરાતી
  3. ટોરેન્ટ ફાર્માના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર: આવક 42 ટકા વધીને રૂ. 4197 કરોડ નોંધાઈ
ટોરેન્ટ ફાર્માના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર: આવક 42 ટકા વધીને રૂ. 4197 કરોડ નોંધાઈ

ટોરેન્ટ ફાર્માના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર: આવક 42 ટકા વધીને રૂ. 4197 કરોડ નોંધાઈ

0
Social Share

અમદાવાદ, 23 મે 2026: દેશની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા નાણાકીય વર્ષ 2025-26 ના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરીથી માર્ચ) ના પ્રોત્સાહક નાણાકીય પરિણામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય બજારોમાં બ્રાન્ડેડ દવાઓના મજબૂત પ્રદર્શન અને તાજેતરમાં જ કરાયેલા જે.બી. ફાર્માના સફળ ઇન્ટિગ્રેશનને કારણે કંપનીના બિઝનેસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા રૂ. 5 ની ફેસ વેલ્યુ ધરાવતા પ્રતિ ઇક્વિટી શેર દીઠ રૂ. 9 ના આખરી ડિવિડન્ડની મંજૂરી માટે ભલામણ કરવામાં આવી છે.

કંપની દ્વારા જાહેર કરાયેલા કન્સોલિડેટેડ પરિણામો મુજબ, નાણાકીય વર્ષ 2025-26 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 42 ટકાના જંગી વધારા સાથે રૂ. 4197 કરોડ પર પહોંચી છે, જે અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 2959 કરોડ હતી. આ ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીનો ઓપરેશનલ EBITDA 41 ટકા વધીને રૂ. 1356 કરોડ નોંધાયો છે. જોકે, અસાધારણ બાબતો અને ટેક્સની જોગવાઈઓ બાદ કંપનીનો ચોખ્ખો નફો રૂ. 364 કરોડ રહ્યો છે, જે ગયા વર્ષના ચોથા ક્વાર્ટરમાં રૂ. 498 કરોડ હતો. સમગ્ર નાણાકીય વર્ષ 2025-26 ની વાત કરીએ તો, કંપનીની વાર્ષિક આવક 21ટકા વધીને રૂ. 13980 કરોડ અને વાર્ષિક ચોખ્ખો નફો 12 ટકા વધીને રૂ. 2138 કરોડના સ્તરે પહોંચ્યો છે.

ટોરેન્ટ ફાર્માના આ પરિણામોમાં 21 જાન્યુઆરી, 2026થી જે.બી. ફાર્મામાં મેળવેલી નિયંત્રણકારી હિસ્સેદારી અને તેની સહાયક કંપનીઓના હિસાબોનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે. જો જે.બી. ફાર્માના અધિગ્રહણને બાદ કરીએ, તો પણ ટોરેન્ટ ફાર્માના મૂળ બેઝ બિઝનેસની આવકમાં ચોથા ક્વાર્ટરમાં 16 ટકા અને સમગ્ર નાણાકીય વર્ષ માટે 15 ટકાની મજબૂત ઓર્ગેનિક વૃદ્ધિ નોંધાઈ છે.

‘Gx સેમાગ્લુટાઇડ’ દવાને બજારમાં મજબૂત પ્રતિસાદ

ભારતીય બજારમાં કંપનીની આવક 43 ટકા ઉછળીને રૂ. 2215 કરોડ થઈ છે. કંપનીનો બેઝ બિઝનેસ 15 ટકાના દરે વધ્યો છે, જે ભારતીય ફાર્માસ્યુટિકલ માર્કેટ (IPM) ના 10 ટકાના સરેરાશ વિકાસ દર કરતા ઘણો વધારે છે. કંપનીએ તાજેતરમાં લોન્ચ કરેલી ‘Gx સેમાગ્લુટાઇડ’ દવાને બજારમાં મજબૂત પ્રતિસાદ મળ્યો છે અને ઓરલ તેમજ ઇન્જેક્ટેબલ સેગમેન્ટમાં કંપનીએ ૩૮ ટકા માર્કેટ શેર મેળવી લીધો છે.

વૈશ્વિક બજારોની વાત કરીએ તો, બ્રાઝિલ બિઝનેસની આવક 30ટકા વધીને રૂ. 455 કરોડ રહી છે અને કંપનીની 58 પ્રોડક્ટ્સ હાલ ત્યાંની ઓથોરિટી (ANVISA) ની મંજૂરી હેઠળ છે. અમેરિકી બજારમાં પણ કંપનીએ 31 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 396 કરોડની આવક મેળવી છે, જેને તાજેતરના નવા લોન્ચિંગથી મોટો સપોર્ટ મળ્યો છે. જોકે, જર્મની બજારમાં આવક 16 ટકા વધીને રૂ. 333 કરોડ નોંધાઈ હોવા છતાં, થર્ડ પાર્ટી સપ્લાયરના વિક્ષેપને કારણે ત્યાં સ્થિર ચલણ આધારિત વૃદ્ધિ પર થોડી અસર જોવા મળી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code