1. Home
  2. ગુજરાતી
  3. હિલ સ્ટેશન સાપુતારામાં શનિ-રવિમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા, સ્થાનિક ધંધાર્થીઓ ખૂશખૂશાલ
હિલ સ્ટેશન સાપુતારામાં શનિ-રવિમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા, સ્થાનિક ધંધાર્થીઓ ખૂશખૂશાલ

હિલ સ્ટેશન સાપુતારામાં શનિ-રવિમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા, સ્થાનિક ધંધાર્થીઓ ખૂશખૂશાલ

0
Social Share

આહવા: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકારે કેટલાક નિયંત્રણો લાદ્યા હતા.જેમાં મોટાભાગના પ્રવાસન સ્થળો બંધ કરવામાં આવ્યા હતા. હવે કોરોનાના કેસ ઘટતા પ્રવાસન સ્થળોએ પુનઃ પ્રવાસીઓ માટે છૂટછાટ અઆપવામાં આવી રહી છે. રાજ્યનું સૌથી ફેમસ હિલ સ્ટેશન બે મહિનાના ગાળા બાદ સહેલાણીઓ માટે ખુલ્લુ મૂકાયું છે. કોરોનાનો કહેર વધતા સાપુતારા હિલસ્ટેશન બે મહિના સુધી બંધ રહ્યું હતું. ત્યારે કોરોના મહામારી વચ્ચે બીજી લહેરમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતા ગિરિમથક સાપુતારાને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે.

ગુજરાતમાં માર્ચ મહિનામાં એકાએક કોરોના પિક પર પહોંચી ગયો હતો. ગુજરાતના છેવાડે આવેલ સાપુતારા હિલસ્ટેશનમાં પણ કોરોનાના કેસનો કહેર વધતા માર્ચ મહિનામાં બંધ કરાયું હતું. સાપુતારા ખાતે લારી ગલ્લા, ઢાબાઓ, શોપિંગ સેન્ટરો દ્વારા સ્વયંભૂ લોકડાઉન કરાયું હતું. જિલ્લામાં સંક્રમણ ન વકરે તે માટે સ્થાનિક વેપારીઓએ આ નિર્ણય લીધો હતો. આમ, માર્ચ મહિનાથી સાપુતારમાં બધુ જ બંધ હતું. સહેલાણીઓ માટે પણ સાપુતારા બંધ કરાયું હતું. પરંતુ કોરોનાના કેસોમાં ઘટાડો થતાં સાપુતારામાં સહેલાણીઓ આવવા લાગ્યા છે. શનિ રવિની રજાઓમાં સુરતી પ્રવાસીઓ સાપુતારા ખાતે ઉમટી પડતા લાંબા સમયથી બંધ પડેલો હોટેલ ઉદ્યોગ સહિત એડવેન્ચર એક્ટિવિટી અને હોટલ બિઝનેસમાં પણ તેજીનો ધમધમાટ શરૂ થયો છે. જેથી સ્થાનિક ધંધાર્થીઓએ હાશકારો અનુભવ્યો છે. કોરોના મહામારી વચ્ચે સાપુતારા ખાતે લારી ગલ્લા, ધાબાઓ સહિત હોટલ ઉદ્યોગ ઠપ્પ થઈ જતા નાના મોટા વેપારીઓ સંકટમાં મૂકાયા હતા. હાલ કોરોનાની બીજી લહેરમાં કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના પગલે રાજ્ય સરકારે લોકડાઉનમાં આપેલી છૂટછાટથી શનિ રવિની રજાઓમાં સાપુતારા ખાતે સુરત સહિત અન્ય રાજ્યોના પ્રવાસીઓ ઉમટી પડતા સુમસામ થયેલા જોવાલાયક સ્થળો પર પ્રવાસીઓ જોવા મળ્યાં હતાં. સાપુતારાની શાન સમાન પેરાગ્લાઈડિંગ એક્ટિવિટી સહિત સનસેટ પોઇન્ટ પર મુક્ત મને ઘોડેસવારી અને પ્રકૃતિની મજા માણતા સહેલાણીઓ જોવા મળ્યા હતા. ઘણા લાંબા સમય બાદ પ્રવાસીઓથી ધમધમી ઉઠેલા સાપુતારામાં લારી ગલ્લા અને હોટેલિયરોએ હાશકારો અનુભવ્યો છે. સરકારી કોરોનાની ગાઈડલાઈનનું હોટેલિયરો દ્વારા પ્રવાસીઓને ચુસ્તપણે અમલ કરાવતા પ્રવાસીઓએ પણ પોતાની સુરક્ષા માટે નિયમોનું પાલન કરી સાપુતારાની મજા માણી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code