1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ નજીક સાણંદમાં ટોય ઈન્ડ્રસ્ટ્રીયલ પાર્ક બનાવાશે, ચીનને ટક્કર મારે એવા રમકડાં બનાવાશે
અમદાવાદ નજીક સાણંદમાં ટોય ઈન્ડ્રસ્ટ્રીયલ પાર્ક બનાવાશે, ચીનને ટક્કર મારે એવા રમકડાં બનાવાશે

અમદાવાદ નજીક સાણંદમાં ટોય ઈન્ડ્રસ્ટ્રીયલ પાર્ક બનાવાશે, ચીનને ટક્કર મારે એવા રમકડાં બનાવાશે

0
Social Share

અમદાવાદ :  ગુજરાતમાં ટોય પાર્ક સ્થાપવાનો નિર્ણય લેવાઈ ગયો છે. રાજકોટ અને અમદાવાદના સાણંદ નજીક ટોય પાર્ક સ્થાપવામાં આવશે. ટોય પાર્કમાં ચીનને ટક્ક મારે તેવા રમકડાં બનાવવામાં આવશે. સાણંદ અને રાજકોટમાં જલદી જગ્યા નક્કી કરવામાં આવશે. જગ્યા નક્કી થવાની સાથે રોકાણકારોને આકર્ષવાના પ્રયાસો કરાશે. જલ્દી દુનિયાના રમકડા માર્કેટમાં ગુજરાતના રમકડા જોવા મળી શકે છે. રાજ્યમાં રમકડા ઉદ્યોગના માટે સ્થળની વિચારણા ચાલી રહી છે. જે અંગે ગુજરાત સરકાર પ્રથમ અમદાવાદના સાણંદ કે પછી રાજકોટ પર પસંદગી ઉતારે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ટોય પાર્ક પાછળ લગભગ 2,500 કરોડનો ખર્ચ કરાશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. સરકાર દ્વારા  આ ખર્ચ અંગેની રૂપરેખા બાંધવામાં આવી રહી છે. જોકે, આ પાર્કમાં ખેલકૂદના બદલે બાળકો માટે ઈન્ટરનેશનલ ક્વોલિટીના રમકડાં તૈયાર કરવામાં આવશે. ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા વિશાળ ટોય પાર્ક માટે રાજકોટ પાસે અને સાણંદમાં 250 એકર જમીન નક્કી કરવામાં આવી છે. આ અંગે સાણંદ એસોસિએશનના સૂત્રોના કહેવા પ્રમાણે સાણંદ જીઆઇડીસીમાં જો આ પાર્ક બને તો ગુજરાતને ફાયદો છે પરંતુ સાણંદમાં બને તો આ પાર્ક જલ્દી બની શકશે કારણ કે સાણંદ પાસે રેડી જગ્યા છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. જ્યારે રાજકોટમાં બને તો મોરબી નજીક હોવાથી ટેકનિકલી આ પાર્કને વધારે સહયોગ મળશે પરંતુ તેની સમયમર્યાદા વધી જશે.

ગુજરાત રમકડા ઉદ્યોગના રોકાણમાં બહુ જ ઓછો ફાળો ધરાવે છે. એટલે કે ગુજરાત દેશના કુલ રમકડા ઉદ્યોગના ઉત્પાદનમાં માત્ર 1 ટકા  જ ફાળો આપે છે. હવે આવી સ્થિતિમાં રમકડા ઉદ્યોગમાં રાજ્ય સરકાર મોટી છલાંગ લગાવવા માગે છે, આ માટે રોકાણકારોને પણ આકર્ષિત કરવામાં આવશે, આ માટે સાણંદ જેવી જગ્યા પર વિશાળ તૈયારીઓ આરંભવામાં આવી શકે છે. કોરોના પછી એવી સ્થિતિ ઉભી થઈ છે કે ઈન્ટરનેશનલ કંપનીઓ ચીનની બહાર જગ્યા શોધી રહી છે. જેમાં વિયતનામ જેવા દેશો પર ધ્યાન કેન્દ્રીત કરાઈ રહ્યું છે. આવામાં ભારત માટે પણ એક સારી તક છે, ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યોમાં રૉ મટિરિયલથી લઈને પોર્ટ જેવી સુવિધાઓ પણ છે જેનાથી રોકાણકારો આકર્ષિત થઈ શકે છે.

ભારતમાં રમકડાનો ઉદ્યોગ દુનિયાની 1.5 બિલિયન USD સામે માત્ર 0.5 ટકા જ છે. મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન ભારતમાં રમકડા ઉદ્યોગમાં આગળ છે પરંતુ ગુજરાતમાં આ ઉદ્યોગ સફળ થાય એ માટે હજુ ઘણા પ્રયત્ન કરવા પડે તેવા છે. આ અંગે મોરબીના એક ઉદ્યોગપતિએ કહ્યું હતું કે,  જો સરકારે આ પ્રકારે પાર્ક બનાવવો હોય તો ઘણી બધી ત્રુટીઓ વિશે વિચારવાનું થશે. ભારતમાં 90 ટકા  ટોયસ ટેકસ ચોરીને કારણે આવે છે. ચીનના રમકડાં કરતા ભારતના રમકડાની કિંમત વધારે છે. ભારતમાં રો મટીરીયલ થી લઈને ફાઈનલ પ્રોડક્ટ સુધીની કિંમતને કારણે વેચાણ કિંમત વધારે હોય છે. જેથી હજી રમકડાં ઉદ્યોગમાં ભારતને આત્મનિર્ભર બનતા વાર લાગશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code