Site icon Revoi.in

સુરતમાં 16 કરોડના ખર્ચે 45 સ્થળોએ ટ્રાફિક સિગ્નલ લગાવાશે

Social Share

સુરત, 04 માર્ચ 2026: Traffic signals will be installed at 45 locations in Surat શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટાયેલા સભ્યોની ટર્મની છેલ્લી સભા 10મા માર્ચના રોજ યોજાશે. તા. 11મીથી વહિવટદારનું શાસન આવે તે પહેલા યોજાનારી સભામાં વિવિધ વિકાસના કામોને મંજુરી આપવામાં આવશે. સભામાં શહેરના વિવિધ સ્થળો માટે કુલ 45 નવા ટ્રાફિક સિગ્નલો, સિગ્નલ ઇન્સ્ટોલેશન અને તેના લાંબા ગાળાના મેઈન્ટેનન્સ માટે અંદાજે 16,11,00,000ના ગ્રોસ અંદાજને મંજૂર અપાશે.

 સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી 11 માર્ચે ટર્મ પૂર્ણ થઈ રહી છે, ત્યારે સૌની નજર ટર્મ પૂરી થવાના આગલા દિવસે મળનારી સાધારણ સભા પર છે. આ સભા 10 માર્ચ, 2026ના રોજ સાંજે 4 કલાકે પાલિકા કચેરીના સરદાર વલ્લભભાઈ પટેલ સભાગૃહ ખાતે યોજાશે. આ સભામાં સ્થાયી સમિતિ અને બીજી 5 સમિતિના વિવિધ મહત્વના કામો પર ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે.

સૂત્રોના કહેવા મુજબ મ્યુનિના જનરલ બોર્ડ (સામાન્ય સભા)માં લિંબાયત વિસ્તારમાં સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ માટે જમીનની પરસ્પર ફેરબદલી અને ફાળવણી અંગે મહત્વનો નિર્ણય લેવાશે. આ ઉપરાંત, ગોડાદરા-ડિંડોલીની નગર રચના યોજના હેઠળના કામો પણ એજન્ડા પર છે. અટલબિહારી વાજપેયી ઓડિટોરિયમના ભાડા અને અન્ય સેવાઓના દરોને બહાલી આપવા અંગે પણ ચર્ચા થશે. શહેરના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર ડ્રેનેજ જોડાણોને નિયમબદ્ધ કરવા માટેના સુધારા અંગે ચર્ચા થશે સાથે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પણ ગટર લાઈન નિયમબદ્ધ કરવા વિચારણા કરાશે જેને ₹500 ભરી કાયદેસર કરાશે.

આ ઉપરાંત જાહેર પરિવહન પ્રવૃત્તિ સમિતિ અંતર્ગત ટ્રાફિક વ્યવસ્થાપન માટે એક મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરવામાં આવશે. શહેરના વિવિધ રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે નવી જગ્યાએ કુલ 45 નવા ટ્રાફિક સિગ્નલ લગાવવાની યોજના છે. આ પ્રોજેક્ટમાં સિગ્નલ ઇન્સ્ટોલેશન અને તેના લાંબા ગાળાના મેઈન્ટેનન્સ માટે અંદાજે 16,11,00,000ના ગ્રોસ અંદાજને મંજૂર કરવા બાબતે નિર્ણય લેવામાં આવશે.

શહેરના વિવિધ વિસ્તારો જેવા કે પુણા, કરંજ, ઉધના, લિંબાયત અને અડાજણ વગેરેમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે જેમાં મુખ્યત્વે સોસાયટીઓના આંતરિક રસ્તાઓને સિમેન્ટ કોંક્રિટ બનાવવા, ડામર રસ્તાઓનું રિ-કાર્પેટિંગ કરવું, નવા વેજીટેબલ માર્કેટના શેડનું સમારકામ અને વહીવટી ભવનો કે ઓડિટોરિયમ પાછળ થનારા ખર્ચના અંદાજોને મંજૂરી આપવામાં આવશે.

Exit mobile version