Homeગુજરાતીદેશ-વિદેશપાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં ગમખ્વાર અકસ્માત! બસ અને ડમ્પર વચ્ચે ટક્કર, 8નાં મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં ગમખ્વાર અકસ્માત! બસ અને ડમ્પર વચ્ચે ટક્કર, 8નાં મોત

પેશાવર, 06 નવેમ્બર 2026: પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમી ભાગમાં આવેલા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક પેસેન્જર બસ અને ડમ્પર ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 8 લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય 29 લોકો ઘાયલ થયા છે.

ઘાયલોની સારવાર ચાલું

આ ગંભીર અકસ્માત એબોટાબાદ મોટરવે પર થયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો અને ઘાયલોને અયુબ ટીચિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સાત મૃતદેહો અને 30 ઘાયલ વ્યક્તિઓને ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ, હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું. ઘાયલોમાં પાંચ બાળકો અને છ મહિલાઓનો સમાવેશ થાય છે. હોસ્પિટલ વહીવટીતંત્રે જણાવ્યું કે ઘાયલોમાંથી છ વ્યક્તિઓની હાલત ગંભીર છે.

વધુ વાંચો: ભારતે છઠ્ઠી વખત જીત્યો એશિયન હોકી ચેમ્પિયનશિપનો ખિતાબ, ફાઇનલમાં જાપાનને 4-1થી હરાવ્યું

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img