Homeગુજરાતીરણબીર-આલિયાની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું ટિઝર રિલીઝ -આ તારીખે જોવા મળશે ટ્રેલર

રણબીર-આલિયાની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું ટિઝર રિલીઝ -આ તારીખે જોવા મળશે ટ્રેલર

  • રણબીકj-આલિયાની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ
  • બ્રહ્માસ્ત્રનું ટ્રેલર 15 જૂનના રોજ રિલીઝ કરાશે

અયાન મુખર્જી અને રણબીર કપૂર બ્રહ્માસ્ત્રને લઈને સમાચારોની હેડલાઈનમાં જોવા મળે છે. તેમની અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્ર માટે તેઓ વિશાખાપટ્ટનમ પહોંચ્યા છે. આ દરમિયાન બંનેના ફઓટો અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ચાહકો બંનેનું દિલ ખોલીને સ્વાગત કરી રહ્યા છે. ત્યારે હવે અયાન મુખર્જીએ જાહેરાત કરી છે કે તેની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે. અયાને તેની તારીખ 15 જૂન જણાવી છે.

સુપરસ્ટાર રણબીર કપૂર, એસ.એસ. રાજામૌલી અને દિગ્દર્શક અયાન મુખર્જીએ આતુરતાથી રાહ જોઈ રહેલા ચાહકોને બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવના બહુપ્રતિક્ષિત ટ્રેલરની તારીખની જાહેરાત કરીને આશ્ચર્યચકિત કરી દીધા છે.

https://youtu.be/4sILTxvKfxk

બ્રહ્માસ્ત્રના કલાકારોના લુક્સ જારી કર્યા બાદ ચાહકો આ બહુપ્રતિક્ષિત ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. આ પહેલીવાર હશે જ્યારે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ ફિલ્મમાં સાથે જોવા મળશે. નિર્માતાઓએ ફિલ્મના ગીત કેસરિયાનું ટીઝર રિલીઝ કરીને રણબીર-આલિયાના લગ્ન વખતે બંનેને ભેટ પણ આપી હતી.

હાલમાં જ અયાન મુખર્જીએ તેની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝરમાં રણબીર અને આલિયા ઉપરાંત મૌની રોય, અમિતાભ બચ્ચન અને નાગાર્જુનની ઝલક જોવા મળી છે. ટીઝરમાં મૌની અને રણબીર વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મૌની રાયની સ્ટાઈલ પણ એકદમ ક્રૂર લાગે છે. રણબીર કપૂર લોહીમાં લથબથ જોવા મળે છે, જ્યારે આલિયા ભટ્ટ એકદમ સહેમી જોવા મળી રહી  છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img