1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ
  4. રાની મુખર્જી અને સૈફ અલી ખાનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘બંટી ઓર બબલી 2’ નું ટ્રેલર રિલીઝ
રાની મુખર્જી અને સૈફ અલી ખાનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘બંટી ઓર બબલી 2’ નું ટ્રેલર રિલીઝ

રાની મુખર્જી અને સૈફ અલી ખાનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘બંટી ઓર બબલી 2’ નું ટ્રેલર રિલીઝ

0
Social Share
  • ફિલ્મ ‘બંટી ઓર બબલી 2’ નું ટ્રેલર રિલીઝ
  • બંટી બબલીની જોડીમાં સૈફ રાની ચમક્યા

મુંબઈઃ-  છેલ્લા કેટલાક દિવસોથી બંટી ઓર બબલી 2 નું પોસ્ટર રિલીઝ થયા બાદ આ ફિલ્મની ચર્ચાઓ જોર પકડ્યું હતું, આ દિવસોમાં બોલિવૂડની આ ફિલ્મને લઈને જબરદસ્ત ચર્ચાઓ થઈ રહી છે, જ્યારે રાની મુખર્જી અને સૈફ અલી ખાનની આગામી ફિલ્મ ‘બંટી ઔર બબલી 2’ જબરદસ્ત હેડલાઈન્સમાં આવી  છે.

આ ફિલ્મનો  ધમાકેદાર પ્રોમો જારી થાય  બાદ હવે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં જોવા મળે છે કે કેવી રીતે અસલી ‘બંટી-બબલી’ તેમના ડુપ્લિકેટ કોન કપલથી નારાજ થાય છે અને પછી તેમની સામે બદલો લેવાનું નક્કી કરે છે. આ ચારને કારણે દેશભરમાં જબરદસ્ત હલચલ મચી હોય તેમ ટ્રેલરમાં જોઈ શકાય છે.

બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બંટી ઔર બબલી 2’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જોવા મળી રહ્યું છે કે કેવી રીતે ભૂતપૂર્વ કોન દંપતી રાની મુખર્જી અને સૈફ અલી ખાન તેમના પુત્ર સાથે સામાન્ય લોકોની જેમ જીવન જીવી રહ્યા છે. તે જ સમયે, તે દરમિયાન, તેમની અચાનક ધરપકડ કરવામાં આવે છે અને પછીથી જાણવા મળે છે કે એક યુગલ તેમના ડુપ્લિકેટ બનીને લોકોને લૂંટી રહ્યું છે. બસ પછી શરુ થાય છે અસલી અને નકલી બંટી બબલીના જંગની કહાનિ.આ ફિલ્મ સસ્પેન્સથી ભરપુર કોમ્ડી ફિલ્મ છે.

આ ટ્રેલરમાં રાની અને સૈફનો કોમિક ટાઈમ શાનદાર જોવા મળી રહ્યો છે, ફિલ્મસના ડાયલોગ્સ પર ઘારદાર છે.જે લોકોને હસવા પર મજબૂર કરે છે,.આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી, શર્વરી વાળા અને પંકજ ત્રિપાઠી પણ મહત્વની ભૂમિકામાં  જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આ ટ્રેલરને ખૂબ પસંદ કરી રહ્યા છે. વરુણ વી શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 19 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code