Site icon Revoi.in

નેશનલ હાઈવે પર લેનમાં વાહન ન ચલાવતા ટ્રકચાલકોને પાઠ ભણાવાયા

Social Share

હિંમતનગરઃ નેશનલ હાઈવે પર ટ્રક અને ટ્રેલરચાલકો તેમજ ભારે વાહનો એક લાઈનમાં નિયમ મુજબ ચાલતા ન હોવાથી અકસ્માતના બનાવો વધતા જાય છે. આથી હાઈવેની ડાબી બાજુ ભારે વાહન એક લાઈનમાં ચલાવવા માટે સુચના આપ્યા બાદ પણ તેનો અમલ ન થતાં પોલીસે ઝૂંબેશ શરૂ કરી છે. અને સાબરકાંઠા જિલ્લાની ટ્રાફિક શાખાએ લેન ડ્રાઈવિંગના નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકો સામે મોટી કાર્યવાહી કરી છે. ટ્રાફિક શાખાએ 326 વાહન ચાલકો પાસેથી કુલ રૂ.64 હજારનો દંડ વસૂલ કર્યો છે.

સાબરકાંઠામાં અગાઉ પોલીસે લેન ડ્રાઇવિંગ બાબતે ટ્રાન્સપોર્ટરો સાથે બેઠક કરી હતી. ત્યારબાદ હાઈવે પર લેન બદલીના ચાલતા ભારે વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લાની ટ્રાફિક શાખાએ લેન ડ્રાઈવિંગના નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકો સામે મોટી કાર્યવાહી કરી છે. ટ્રાફિક શાખાએ 326 વાહન ચાલકો પાસેથી કુલ રૂ.64 હજારનો દંડ વસૂલ કર્યો છે.

ટ્રાફિક શાખાના સૂત્રોએ જણાવ્યા મુજબ, ભારે વાહન ચાલકોએ લેન ડ્રાઈવિંગના નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ માટે ટ્રક અને ટ્રાવેલ્સ એસોસિએશન સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં વાહન ચાલકોને રોડની ડાબી તરફ વાહન હંકારવા સહિતના નિયમોની જાણકારી આપવામાં આવી હતી. સ્ટેટ અને નેશનલ હાઇવે પર ચાલતા ભારે વાહનોના ચાલકો મન ફાવે તેમ ડ્રાઇવિંગ કરતાં હોવાથી અને અકસ્માત સર્જતાં હોવાથી પોલીસ દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે બેઠક કરી લેન ડ્રાઇવિંગ અંગે માહિતગાર કર્યા બાદ સ્પેશ્યલ લેન ડ્રાઈવ હાથ ધરતાં 326 ટ્રક ચાલકો વિરુદ્ધ કેસ કરી સ્થળ ઉપર જ કુલ 64હજાર દંડ વસૂલાયો હતો. પોલીસે લેન ડ્રાઇવમાં દંડ કરતાં મોટા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

ટ્રાફિક પોલીસે વધુમાં જણાવ્યું કે સાબરકાંઠા એસપી વિજય પટેલ દ્વારા મોટર વ્હીકલ એક્ટ તથા મોટર વ્હીકલ ડ્રાઇવિંગ રેગ્યુલેશન એક્ટ 2017 મુજબ તમામ પ્રકારના હેવી વ્હીકલ રોડની ડાબી તરફ ચલાવવાની જોગવાઈઓનું પાલન કરાવવા સૂચના મળ્યા બાદ જિલ્લામાં ટ્રક ટ્રાવેલ્સ એસો. સાથે મિટિંગ કરી લેન ડ્રાઇવિંગ બાબતે જાણકારી અને જોગવાઈઓની સમજણ આપી એસ.ટી વિભાગ તથા સાબર ડેરી અને જીઆઇડીસીના લગતા વળગતાઓને લેન ડ્રાઇવિંગનું પાલન કરવા પત્ર લખી નિયમોનું પાલન કરવા જાણ કરી હતી.

તદુપરાંત ટોલટેક્સ, એસટી બસ સ્ટેશન અને હાઈવે પરના હોટલ ઢાબા ઉપર લાઉડ સ્પીકરથી તથા સોશિયલ મીડિયામાં લેન ડ્રાઈવ અંગે પ્રચાર પ્રસાર કર્યા બાદ સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. જેમાં લેન ડ્રાઇવિંગના નિયમોનું પાલન ન કરતાં 326 હેવી વ્હીકલના ચાલકો વિરુદ્ધ કેસ કરી સ્થળ ઉપર 64હજાર દંડ વસૂલાયો હતો.પોલીસે લેન ડ્રાઇવમાં દંડ કરતાં મોટા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.