Site icon Revoi.in

સુરતના જ્વેલરની હત્યા અને લૂંટના કેસમાં બે આરોપી બિહારથી પકડાયા

Social Share

સુરતઃ શહેરના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં ગઈ તા. 7મી જુલાઈએ રાતના 8.30 વાગ્યાની આસપાસ ત્રણ લૂંટારૂ શખસોએ લૂંટનો પ્રયાસ કરતા જ્વેલર્સે સામનો કરતા લૂંટારૂ શખસોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં જ્લેલર્સ આશિષ રાજપરાને ગોળી વાગતા મોત નિપજ્યુ હતું. લૂંટ કરીને લૂંટારૂ શખસો પલાયન થતા અને જ્વેલર્સના કર્મચારીઓએ બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.અને પીછો કરીને એક લૂંટારૂ શખને પકડીને ઢોર માર માર્યો હતો. જ્યારે બે લૂંટારૂ શખસો ભાગવામાં સફળ રહ્યા હતા. ગંભીરરીતે ધવાયેલા એક લૂંટારૂ શખસને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્વેલર્સની હત્યા અને લૂંટના બનાવે શહેરભરમાં ચકચાર મચી ગઈ હતી. દરમિયાન પોલીસે બિહાર જઈને બે લૂંટારૂ શખસને પકડી લીધા છે.

સુરતમાં સચિન વિસ્તારમાં જવેલર્સની લૂંટ વીથ મર્ડરની ઘટનામાં વધુ બે આરોપીઓ બિહારથી ઝડપાયા છે. ઘટના સમયે દિપક પાસવાન નામના એક આરોપીને લોકોએ ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય ત્રણ આરોપી ફરાર થઈ ગયા હતા. તે પૈકીના બે આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાંચે બિહારથી ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય એક આરોપી હજી પણ ફરાર હોય તેની શોધખોળ ચાલી રહી છે. ચારેય આરોપીઓએ શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કર્યો હતો. જેને પેઢીના માલિક આશિષ રાજપરાએ રોકવાનો પ્રયાસ કરતા તેના પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા આશિષ રાજપરાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ બનાવની વિગતો એવી હતી કે, સુરતના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં 7મી જુલાઈએ ચાર લૂંટારુઓ ત્રાટક્યા હતા અને લૂંટનો પ્રયાસ કરતા જ્વેલર્સ પેઢીના માલિકે તેને રોકવાનો પ્રયાસ કરતા તેના પર ફાયરિંગ કરી લૂંટારુઓ ફરાર થયા હતા. જો કે, દિપક પાસવાન નામના એક લૂંટારુને લોકોએ દબોચી લીધો હતો. જ્યારે અન્ય ત્રણ ફરાર થઈ ગયા હતા. ભાગી છુટેલા ત્રણ લૂંટારુ પૈકી 2 લૂંટારુને સુરત ક્રાઈમ બ્રાંચે બિહારના એક ગામમાંથી ઝડપી પાડ્યા છે. જ્યારે એક આરોપી હજી પણ પોલીસ પકડથી દૂર છે.