1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં વાહનોની નકલી આરસી બુક બનાવવાનું કૌભાંડ પકડાયુ, બેની ધરપકડ
અમદાવાદમાં વાહનોની નકલી આરસી બુક બનાવવાનું કૌભાંડ પકડાયુ, બેની ધરપકડ

અમદાવાદમાં વાહનોની નકલી આરસી બુક બનાવવાનું કૌભાંડ પકડાયુ, બેની ધરપકડ

0
Social Share

અમદાવાદઃ શહેરમાં નકલી આરસી બુક બનાવવાનો આંતરરાજ્ય કૌભાંડનો પડદાફાસ થયો છે. શહેર ક્રાઈમ બ્રાંચે એજન્ટો દ્વારા ચાલતા નકલી આર.સી.બુકના કૌભાંડને પકડી પાડ્યું છે. ક્રાઈમ બ્રાંચે આ કૌભાંડનો પર્દાફાશ કરીને બે યુવકોને આરટીઓ પાસેથી ઝડપી પાડ્યા હતા. એટલું જ નહીં ક્રાઈમ બ્રાંચે આ આરોપી યુવકો પાસેથી 8 જેટલી નકલી આરસી બુક પણ કબજે કરી છે. પોલીસ તપાસમાં આરટીઓના એજન્ટો વાહનનોની કેન્સલ કરાવવા માટે આવેલી આરસી બુક પરથી નામ અને વિગતો થીનરથી કાઢી નાખતા હતા અને પછી નવી વિગતો પ્રિન્ટ કરીને આરસી બુક તૈયાર કરતા હતા. માત્ર અમદાવાદમાં જ નહીં પણ રાજ્યભરમાં આ રીતે નકલી આરસી બુકનું કૌભાંડ ચાલુત હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળી હતી. એ પછી ક્રાઈમ બ્રાંચની ટીમ સતર્ક થઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. તેઓએ તરત જ આરટીઓ પાસે આની તપાસ હાથ ધરી હતી. જે બાદ ક્રાઈમ બ્રાંચે જુહાપુરામાં રહેતા 35 વર્ષીય ઈસ્માઈલ હુસેન સૈયદ અને ફતેહવાડી ખાતે રહેતા 31 વર્ષીય મહંમદ ઈબનેહુસેન ખુરશી હુસેનને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાંચને ગર્વમેન્ટ ઓફ ગુજરાતના લોગોવાળી 8 આરસી બુક પણ મળી આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેર ક્રાઈમ બ્રાંચે એજન્ટો દ્વારા ચાલતા નકલી આર.સી.બુકના કૌભાંડને પકડી પાડ્યું હતું. ક્રાઈમ બ્રાંચે આ કૌભાંડનો પર્દાફાશ કરીને બે યુવકોને આરટીઓ પાસેથી ઝડપી પાડ્યા હતા. પોલીસે જ્યારે બંને આરોપીઓની કડક પૂછપરછ કરી તો ખુલાસો થયો કે, ચોક્કસ ડીલરો બેંકો પાસેથી હરાજીમાં ગાડીઓ મેળવતા હોય છે. જેની આરસી બુક મળતી હોતી નથી. કારણ કે આરસી બુક કસ્ટમર કે ફાઈનાન્સ કંપની પાસે હોય છે. જેથી બેંક કે એજન્સી દ્વારા ખેંચવામાં આવેલા વાહનોની આરસી બુક બનાવવાની રહેતી હોય છે. ત્યારે ડીલર્સ ડુપ્લીકેટ આરસી બુક બનાવવાની માથાકૂટમાં પડવાના બદલે વાહનના એન્જિન નંબર, ચેસીસ નંબર તથા અન્ય વિગતો ઈમરાનને આપતા હતા. આ દરમિયાન ઈમરાન પહેલેથી જ વાહનોની એચ.પી. કેન્સલ કરાવવા માટે આવેલી આરસી બુક પોતાની પાસે રાખતો હતો. ત્યારબાદ ઈમરાન જે વાહનની નકલી આરસી બુક તૈયાર કરાવવાની હોય તેની વિગતો મહંમદને આપતો હતો. મહંમદ જુની આરસી બુક પરની વિગતો થીનરથી દૂર કરી દેતો હતો. બાદમાં બોગસ આરસી બુકમાં એમપરિવહન એપ્લીકેશનમાંથી પોતે આપેલા રજીસ્ટ્રેશન નંબર, એન્જિન નંબર અને ચેસીસ નંબરના આધારે કસ્ટરમની વિગતો મેળવી લેતો. પછી લેપટોપ પરથી કાર્ડ પ્રેસો નામના સોફ્ટવેરની વિગતો એડ કરીને પ્રિન્ટ કાઢી બોગસ આરસી બુકનું સ્માર્ટ કાર્ડ તૈયાર કરી આપતો હતો.

શહેર ક્રાઈમ બ્રાંન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈમરાન બોગસ આરસી બુક તૈયાર કરવા માટે ડિલર પાસેથી 3-4 હજાર રૂપિયા લેતો હતો. જ્યારે તે મહંમદને એક બોગસ આરસી બુક તૈયાર કરવા માટે 1000-1500 રૂપિયા આપતો હતો. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે, લોન ભરપાઈ ન થઈ શકી હોય એવી ગાડીઓની નકલી આરસી બુકો પણ તેઓે બનાવી હતી. ત્યાર ક્રાઈમ બ્રાંચને શંકા છે કે આ કૌભાંડમાં આરટીઓના કર્મચારીઓની પણ સીધી કે આડકતરી રીતે સંડોવણી હોઈ શકે છે. જેથી ક્રાઈમ બ્રાંચે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આ કૌભાંડમાં વધુ પણ નામ બહાર એવી શક્યતાઓ રહેલી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code