Site icon Revoi.in

સુરેન્દ્રનગરના ગૌતમગઢ નજીક ભોગાવો નદીમાં નહાવા પડેલા બેના ડુબી જતા મોત

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના ગૌતમગઢ નજીક ભોગાવો નદીમાં નહાવા પડેલા બે ભાઈઓના ડૂબી જવાથી મોત પરિવારમાં ભરે ગમગીની વ્યાપી ગઈ છે. મૃતક બાળકોની ઓળખ કિશોરસિંહ અને અજયરાજસિંહ તરીકે થઈ છે. બંને ભાઈઓ નદીમાં નહાવા પડ્યા હતા. નદીના પાણીમાં ડૂબી જતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સુરેન્દ્રનગરના ગૌતમગઢ નજીક ભોગાવો નદીમાં ભરપૂર માત્રામાં પાણી છે ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે બે ભાઈઓ નદીમાં નહાવા પડયા હતા અને ત્યારે બન્ને ભાઈઓ નદીની વચ્ચોવચ સુધી પહોંચી ગયા હતા અને નદી ઊંડી હોવાથી બન્ને ભાઈઓ બહાર નીકળી ના શકયા જેના કારણે ડુબી જતા મોત થયું છે, મામા-ફઈના ભાઈઓના મોત થવાથી પરિવારમાં શોકની લાગણી છવાઈ છે, ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતુ અને બન્નેના મૃતદેહને બહાર કાઢયા હતા. ફાયર વિભાગની સાથે સુરેન્દ્રનગર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તો બન્ને ભાઈઓના મૃતદેહને પીએમ માટે ખસેડયા છે, તો પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા, આ ઘટનાથી ગામમાં પણ શોકનો માહોલ છવાયો છે.

ઝાલાવાડ પંથકમાં હાલમાં ગરમીની સિઝન ચાલી રહી છે તેની વચ્ચે લોકો ગરમીથી રાહત મેળવવા માટે તળાવ, નદી અને ચેકડેમમાં નહાવા પડતા હોય છે, પરંતુ ઘણી વાર મોજ મસ્તીમાં લોકો ભૂલી જતા હોય છે અને નદીની વચ્ચોવચ પહોંચી જતા હોય છે અને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. આ ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ બની રહી છે.