Site icon Revoi.in

ભાવનગર-મુંબઈ વચ્ચે માર્ચના અંત સુધીમાં બે વિમાની સેવા શરૂ કરાશે

Social Share

ભાવનગર, 23 ફેબ્રુઆરી 2026:  ભાવનગરથી મુંબઈ જવા માટે તેમજ મુંબઈથી ભાવનગર આવવા માટેની ફ્લાઈટ ગયા જુન મહિનાથી કોઈ કારણોસર બંધ કરવામાં આવી હતી. પણ સાસંદ અને કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયાની રજુઆત બાદ હવે માર્ચના અંત સુધીમાં ભાવનગરને મુંબઈ માટે સવારે અને સાંજે એમ બે વિમાની સેવાનો લાભ મળશે. ઇન્ડિગો (Indigo) એરલાઇન્સ દ્વારા સવાર અને સાંજ એમ બે ફ્લાઈટનું સંચાલન કરવામાં આવશે.

 ભાવનગર-મુંબઈ ફ્લાઈટ બંધ કરાતા પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડતી હતી. આથી ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ ભાવનગરની જનતાની સુવિધા માટે આ સેવા સત્વરે શરૂ કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી, ​રાજ્ય સરકારના સકારાત્મક અભિગમને પગલે માર્ચ મહિના અંત સુધીમાં ભાવનગર અને મુંબઈ ઈન્ડિગોની ફ્લાઈટ પુનઃ કાર્યરત થશે..સુરત બાદ હવે ભાવનગર અને મુંબઈ વચ્ચે પણ દૈનિક વિમાની સેવાનો માર્ચ મહિનાથી પુનઃ પ્રારંભ થવા જઈ રહ્યો છે ઇન્ડિગો (Indigo) એરલાઇન્સ દ્વારા સવાર અને સાંજ એમ બે ફ્લાઈટનું સંચાલન કરવામાં આવશે. સ્પાઈસ જેટની સેવા બંધ થયા બાદ ભાવનગર એરપોર્ટ પર લાંબા સમયથી મોટા શહેરોને જોડતી ફ્લાઈટ સેવા બંધ હાલતમાં હતી ત્યારે આ મુદ્દે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા તથા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા સિવિલ એવિએશન વિભાગમાં સતત રજૂઆતો કરવામાં આવી હતી,આ અથાગ પ્રયત્નોના પરિણામે હવે ઇન્ડિગોની ફ્લાઈટને મંજૂરી મળી ગઈ છે, ​”સિવિલ એવિએશન દ્વારા આગામી 10 દિવસમાં સમર ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવશે, ભાવનગર-મુંબઈ વચ્ચે સવાર-સાંજ બે ફ્લાઈટ મળશે અને અઠવાડિયાની અંદર ટિકિટનું બુકિંગ પણ શરૂ થઈ જશે, જૂન મહિનાથી ફ્લાઈટ બંધ થવાને કારણે હીરા ઉદ્યોગ અને અન્ય વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી, હવે પુનઃ સેવા શરૂ થતા ​વેપારીઓ માટે મુંબઈ જઈને પરત આવવું સરળ બનશે. ​સમયની બચત થશે અને પરિવહન ઝડપી બનશે.

Exit mobile version