Site icon Revoi.in

દાહોદમાં જુની અદાવતમાં બે જુથો બાખડી પડ્યાં, 5 રાઉન્ડ ફાયરિંગ, બે ઘવાયા

Social Share

દાહોદઃ Dahod, two groups clashed, 5 rounds fired શહેરના કસબા વિસ્તારમાં જુની અદાવતને લીધે એક જ કોમનાં બે જૂથ બાખડી પડ્યા હતા. પ્રથમ ઉગ્ર બોલાચાલી બાદ બન્ને જુથ મારામારી પર ઉતરી પડ્યા હતા.  અને મામલો ઉગ્ર બનતા એક જુથ દ્વારા અંધાધૂંધ 5 રાઉન્ડ ફાયરિંગ કરાતા બે જણાને ગોળી વાગતા હોસ્પિટલ ખસેડાયા છે. આ બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારી સહિત કોફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

આ બનાવની વિગત એવી છે કે, દાહેદ શહેરના કસબા વિસ્તારમાં એક જ કોમના બે જુથો બાખડી પડ્યા હતા.અને જોતજોતામાં ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. દરમિયાન એક જુથ દ્વારા અંધાધૂંધ 5 રાઉન્ડ ફાયરિંગ કરાતા બે જણાને ગોળી વાગતા હોસ્પિટલ ખસેડાયા છે.  આ ફાયરિંગની ઘટનામાં એક રાહદારી સહિત બે વ્યક્તિને ગોળી વાગતાં ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિત LCB, SOG અને ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અને બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે વિસ્તારને કોર્ડન કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

દાહોદના ડીવાયએસપી જગદીશ ભંડારીએ જણાવ્યું હતું કે જૂની અદાવતને કારણે બે પક્ષો વચ્ચે મારામારીમાં ફાયરિંગનો બનાવ બન્યો છે. ફાયરિંગ કરનારાઓ સામે પોલીસ કાર્યવાહી કરશે. આ ઘટનામાં પ્રાથમિક તપાસમાં બે લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે, જેમને હાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં પણ પોલીસની ટીમને મોકલવામાં આવી છે.

ઈજાગ્રસ્ત યુવાને જણાવ્યું કે, હું આવી રહ્યો હતો, ત્યારે રસ્તામાં લડાઈ ચાલું હતી. તે દરમિયાન ફાયરિંગ થતાં મારા પગમાં ગોળી વાગી હતી. જે બાદ મને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો હાલ મારી તબિયત સારી છે.

Exit mobile version