Site icon Revoi.in

કાલાવડ યાર્ડ પાસે શેરડીનો રસ પીતા લોકો પર કાર ફરી વળતા બેના મોત

Social Share

જામનગર, 21 એપ્રિલ 2026: Two killed as car runs over people drinking sugarcane juice જિલ્લાના કાલાવાડ શહેરમાં નવા માર્કેટીંગ યાર્ડ પાસે પૂરફાટ ઝડપે આવેલી કારે શેરડીના રસના ચિચોડે રસ પીતા દંપતિ ઉપરાંત પિતા-પુત્ર સહિત ચાર લોકોને અડફેટે લેતા આ અકસ્માતમાં મહિલાનુ ઘટનાસ્થળ પર જ મોત નિપજયુ હતુ. જયારે પિતા-પુત્ર પૈકી તેર વર્ષીય કિશોરનુ પણ ગંભીર ઇજાથી મૃત્યુ નિપજયુ હતુ.અકસ્માતમાં મૃતક મહિલાના પતિ અને મૃતક કિશોરના પિતાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટ અને જામનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ બનાવની વિગત એવી છે કે, કાલાવડ જામનગર હાઇવે પર નવા માર્કેટિંગ યાર્ડ નજીક આવેલી ક્રિષ્ના રેસ્ટોરન્ટ પાસે ચિચોડા પર કેટલાક લોકો કાળઝાળ ગરમીમાં શેરડીનો રસ પી રહ્યા હતા. આ દરમિયાન પૂર ઝડપે આવેલી કારે શેરડીનો રસ પીતા લોકોને અડફેટે લીધા હતા. જેમાં બે લોકોના મોત નીપજ્યાં છે જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ હયો હતો. આ બનાવમાં  કાલાવડ ટાઉન પોલીસે  અકસ્માતનો ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે,  કાલાવડમાં હાઇવે પર નવા માર્કેટિંગ યાર્ડની સામે ક્રિષ્ના રેસ્ટોરન્ટ પાસે  ચિચોડા પર કેટલાક લોકો શેરડીનો રસ પીતા હતા. દરમિયાન અચાનક પૂરપાટ ઝડપે આવેલી કારે ચારથી વધુ લોકોને અડફેટે લીધા હતા. ફૂલ ઝડપે આવતી કારે ટક્કર મારતા બે લોકોના મોત નીપજ્યા છે. મૃતકમાં એક યુવાન અને એક મહિલાનું મોત નીપજ્યું છે. આ સાથે બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ઘાયલોને 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં કાલાવડ ટાઉન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતદેહને કાલાવડની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. કાર ચાલક ઠોકર મારી ફરાર થઈ ગયો હતો. પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

કાલાવડ ટાઉન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

Exit mobile version