Site icon Revoi.in

અમદાવાદમાં મોજશોખ માટે જૂદા જૂદા વિસ્તારોમાં બાઈકની ચોરી કરતા બે શખસો પકડાયા

Social Share

અમદાવાદઃ શહેરના શાહપુરના બે યુવાનો મોજશોખ માટે વાહનોની ચોરી કરીને વેચી દેતા હતા. શહેરમાં વાહનચોરીના બનાવો વધતા પોલીસને વાહનચોરોને પકડવા માટે સુચના આપવામાં આવી હતી. .ઝોન 7 એલસીબી સ્કોડે ચોરીના વાહન સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે.આરોપીઓ મોજશોખ માટે ચોરી કરતા હતા.પૈસાની જરૂર પડતા આરોપીઓએ એક બાઇક નંબર પ્લેટ કાઢીને ગીરવે પણ મૂકી દીધું હતું. બંને આરોપીઓની ધરપકડથી 6 અલગ અલગ ચોરીના ભેદ ઉકેલાયા છે.

શહેર પોલીસ ઝોન 7 ડીસીપી શિવમ વર્મા તથા એલસીબી સ્કોડના પીઆઇ વાય.પી જાડેજા અને તેમની ટીમે બાતમીના આધારે કાગદી સ્મશાનગૃહ પાસેથી મોહમદ રમજાન નાગોરી અને આયન શેખની ધરપકડ કરી છે. બંને આરોપીઓ શાહપુરના રહેવાસી છે. આરોપીઓ પાસેથી ચોરીના ત્રણ વાહન કબ્જે કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ અલગ અલગ વિસ્તારમાંથી 6 વાહનોની ચોરી કરી હતી, જે તમામના ભેદ ઉકેલાયા છે. બંને આરોપીઓ છૂટક કામકાજ કરતા હતાં. મોજશોખ માટે જ આરોપીઓ ચોરી કરતા હતાં. આરોપીઓએ ચોરીના તમામ વાહનો ભેગા કર્યા હતાં. પૈસાની જરૂર હોવાથી એક બાઇક નંબર પ્લેટ કાઢીને ગીરવી મૂક્યું હતું. આરોપીઓની ધરપકડથી રખિયાલ, નવરંગપુરા, સાબરમતી અને ખાડિયા પોલીસ સ્ટેશનના ચોરીના અલગ અલગ ગુનાના ભેદ ઉકેલાયા છે.