Site icon Revoi.in

અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટ પર 50 લાખના સોના સાથે બે શખસો પકડાયા

Social Share

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જેહાદથી આવેલા યુવક અને અબુધાબીથી આવેલી મહિલાના લગેજની તપાસ કરતા અંદાજે રૂપિયા 40થી 50 લાખની કિંમતનું સોનું મળી આવ્યું હતું. દરમિયાન મહિલાના લગેજની વધુ તપાસ કરાતા 1400 જેટલી વિદેશી સિગારેટ પણ મળી આવી હતી. કસ્ટમ વિભાગે બન્નેની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.

કસ્ટમ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દાણચોરીથી લવાયેલા સોનાના સાથે એક મહિલા અને એક પુરુષની કસ્ટમ વિભાગે ધરપકડ કરી છે. સોનાની કિંમત અંદાજે 40થી 50 લાખ રૂપિયા થાય છે.બુધવારે જેદ્દાહથી આવેલા યુવક અને અબુધાબીથી આવેલી મહિલા પાસેથી 40થી 50 લાખનું સોનું પકડાયું હતું. ઉપરાંત મહિલા પાસેથી 1400 સિગારેટ પણ મળી આવી હતી. તપાસ ચાલુ હોવાથી કસ્ટમ વિભાગે સત્તાવાર રીતે માહિતી આપી નહતી.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અમદાવાદ સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દૂબઈ કે અન્ય અખાતી દેશોમાંથી આવતી ફ્લાઈટ્સમાં દાણચોરીથી સોનું લાવવામાં આવતું હોય છે.  દાણચોરીમાં અગાઉ કસ્ટમના અધિકારીઓના કથિત સંડોવણી અનેક વખત બહાર આવી છે. સાત મહિના પહેલા એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમના સ્ટાફની સાગમટે બદલી કરવામાં આવી હતી. નવા મુકાયેલા સ્ટાફના આવ્યા બાદ એક પણ દાણચોરીનો કેસ બન્યો નહીં હોવાનું અધિકારી જણાવી રહ્યાં છે. થોડા સમય પહેલા પણ અબુધાબીથી આવેલા એક પેસેન્જર પાસેથી 400 ગ્રામ સોનું પકડાયું હતું. આ સોનું પેસ્ટ સ્વરૂપે લાવવામાં આવ્યું હતું.