1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના મોબાઈલ તફડાવતા બે શખસો પકડાયા

અમદાવાદના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના મોબાઈલ તફડાવતા બે શખસો પકડાયા

0
Social Share

અમદાવાદ: શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોના મોબાઇલ ચોરી કરતી બે અલગ અલગ ગેંગને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.  ગેન્ગના બે શખસો માત્ર મોબાઇલ ચોરી કરવા માટે સુરતથી રાતે અમદાવાદ આવતા હતા. અને મોબાઈલ ફોન તફડાવીને ફરાર થઈ જતા હતા. પોલીસે ચોરીના મોબાઇલ ખરીદનારા બે આરોપીની ધરપકડ કરી 33 મોબાઇલ કબજે કર્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ કાળુપુર રેલવે પોલીસની કસ્ટડીમાં રહેલા આ પાંચ આરોપીઓ રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોના મોબાઈલ ચોરી કરતા હતા. રેલવે પોલીસે ચોરી કરતી બે અલગ અલગ ગેંગની ધરપકડ કરી ચોરીના 33 મોબાઇલ કબજે કર્યા છે. જેમાં મોનારામ રાઠોડ અને સૂરજ સહાની બંને આરોપી સુરતના કીમ વિસ્તારમાંથી માત્ર અમદાવાદ મોબાઈલ ચોરી કરવા આવતા અને વહેલી સવારે સુરત જતી ટ્રેનમાં પરત જતા રહેતા હતા. આરોપીએ ચોરેલા મોબાઈલ સલીમ ગરાસીયા નામના ઓલપાડના આરોપીને વેચી દેતા હતા. સાથે જ અમદાવાદના વિજય પટણી અને મહંમદ સોએબ પણ મોબાઈલ અને લેપટોપ ચોરી કરતા અને અંકલેશ્વરના ભરત મકવાણાને વેચી દેતા હતા. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

રેલવે પાલીસે આરોપીની કરેલી પૂછતાછમાં એવું જાણવા મળ્યું છે. કે, ચોરી કરેલા 33 મોબાઇલ છેલ્લા ચાર મહિનામાં ચોરી કરી હતી. આરોપીઓ  કાળુપુર રેલવે સ્ટેશન પર આરામ ફરમાવતા અથવા ટ્રેનમાં ચડતા ધક્કા મૂકી કરી. તેમજ ચાર્જિંગમાં પડેલા મોબાઈલની નજર ચૂકવીને ચોરી કરતા હતા. ઝડપાયેલા તમામ આરોપીઓ ચોરી કરેલા મોબાઈલ બિલ વગર માત્ર ત્રણ કે ચાર હજારની નજીક કિંમતમાં અન્ય રાજ્યોના મોબાઈલ દુકાન ધારકો અથવા ચોરીના મોબાઈલ ખરીદતા આરોપીને વહેંચી દેતા હતા. રેલવે પોલીસે તમામ છ આરોપીઓ પાસેથી કુલ ત્રણ લાખ રૂપિયાના મોબાઈલ અને લેપટોપ કબજે કરી તેમના મૂળ માલિકોને સોંપવાની તજવીજ શરૂ કરી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, કાળુપુર રેલવે પોલીસ મથકમાં ચાલુ વર્ષમાં જ 1000 કરતાં વધુ મોબાઈલ ચોરીની ફરિયાદો નોંધાઈ છે. જેથી ઝડપાયેલા આરોપીઓ પાસેથી અન્ય ગુનાની હકીકત તથા ચોરી માટે તેઓ ક્યારેક ક્યારેક રેલવે સ્ટેશનને આવ્યા છે. તેના સીસીટીવી ફૂટેજ એકઠા કરી અન્ય મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો તથા ચોરી કરતી અન્ય ગેંગની માહિતી એકઠી કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. (File photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code