અમદાવાદ, 31 માર્ચ 2026: 11 charging stations શહેરમાં ઈલેક્ટ્રિક વાહનોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં પીપીપી ધોરણે વધુ ચાર્જિંગ સ્ટેશનો કાર્યરત કરવામાં આવી રહ્યા છે. હાલ શહેરમાં પ્રહલાદનગર, સિન્ધુભવન રોડ, ગુલબાઈ ટેકરા, અને ઈન્કમટેક્સ સહિત 11 સ્થળોએ ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો શરૂ કરાયા છે. જેમાં અત્યાર સુધી માત્ર ફોર-વ્હીલર વાહનો માટે જ ઉપલબ્ધ એવી ફાસ્ટ ચાર્જિંગની સુવિધા હવે ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ચાલકોને પણ મળી રહેશે. વાહનચાલકોને તેના માટે 20 રૂપિયા પ્રતિ કિલો વોટનો દર ચૂકવવો પડશે. જો કોઈ વાહનમાં 4 કિલો વોટની બેટરી હોય તો તેને સંપૂર્ણ ચાર્જ કરવાનો ખર્ચ અંદાજે 80 રૂપિયા જેટલો થશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં 10 મહત્વના વિસ્તારો અને ગિફ્ટ સિટીમાં એક મળી કુલ 11 સ્થળોએ આ હાઈ-સ્પીડ ચાર્જિંગ પોઈન્ટ્સ કાર્યરત કરવામાં આવ્યા છે. પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારોને આવરી લેતા સ્થળોએ ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનો શરૂ કરાયા છે. નવી સુવિધા મુજબ હવે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કે રિક્ષા હવે માત્ર 25થી 30 મિનિટમાં 80 ટકા જેટલી ચાર્જ થઈ શકશે. શહેરમાં સિંધુભવન રોડ, પ્રહલાદનગર, ગુલબાઈ ટેકરા, ઇન્કમ ટેક્સ, ચાંદખેડા, નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (ગેટ નં. 1), બાપુનગર તેમજ નિકોલ, હરિદર્શન ચાર રસ્તા, કાંકરિયા અને ગાંધીનગરમાં ગિફ્ટ સિટી (ફાયર સ્ટેશન પાસે) ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરી દેવાયા છે. વાહનચાલકોને તેના માટે 20 રૂપિયા પ્રતિ કિલો વોટનો દર ચૂકવવો પડશે. જો કોઈ વાહનમાં 4 કિલો વોટની બેટરી હોય તો તેને સંપૂર્ણ ચાર્જ કરવાનો ખર્ચ અંદાજે 80 રૂપિયા જેટલો થશે. આ સુવિધાથી ઇલેક્ટ્રિક વાહનો ઉપયોગ કરનાર ડિલિવરી બોયઝ, રિક્ષા ચાલકો અને ઓફિસ જતા વાહનચાલકોના સમયની મોટી બચત થશે.

