1. Home
  2. ગુજરાતી
  3. યુગાન્ડાના ભારત સ્થિત હાઈકમિશનરે મુખ્યમંત્રી વિજય રૂપાણીની લીધી મુલાકાત
યુગાન્ડાના ભારત સ્થિત હાઈકમિશનરે મુખ્યમંત્રી વિજય રૂપાણીની લીધી મુલાકાત

યુગાન્ડાના ભારત સ્થિત હાઈકમિશનરે મુખ્યમંત્રી વિજય રૂપાણીની લીધી મુલાકાત

0
Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે યુગાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશનરએ ગાંધીનગરમાં  સૌજન્ય મુલાકાત કરી હતી. ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે દેશમાં મેન્યુફેકચરિંગ હબ તેમજ દેશના એમ.એસ.એમ.ઇ સેક્ટરમાં જે મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે તેની સફળતાથી તેઓ પ્રભાવિત થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યુગાન્ડા ગુજરાત વચ્ચેના ઉષ્માપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.

મુખ્યમંત્રીએ યુગાન્ડાના હાઈકમિશનરની ટીમને ગુજરાતના એમ.એસ.એમ.ઇ કમિશનરેટની મુલાકાત લઈ આ સમગ્ર ઇકો સિસ્ટમ સમજવા અને તેનો અભ્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું. ખાસ કરીને ગુજરાતમાં એમ.એસ.એમ.ઇ માટે પહેલા પ્રોડક્શન પછી પરમિશનનો જે નવિન અભિગમ અપનાવ્યો છે તેના વિશે તેમજ એમ.એસ.એમ.ઇ સેકટર દ્વારા મોટાપાયે રોજગારીની તકોની પણ વિશદ ભૂમિકા મુખ્યમંત્રીએ આ મુલાકાત બેઠક દરમિયાન આપી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની આ મુલાકાત દરમિયાન તેમણે ગુજરાત સાથે એમ.એસ.એમ.ઇ સેકટરની સહભાગિતા અને યુગાન્ડામાં એમ.એસ.એમ.ઈ સેકટરમાં રહેલી તકો વિશે ચર્ચા પરામર્શ કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યુગાન્ડા આફ્રિકા ભારતના પુરાતન પ્રવાસન સંબંધોની યાદ પણ તાજી કરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code