1. Home
  2. revoinews
  3. કોમનવેલ્થ કનેક્ટ ફોરમ અંતર્ગત યુકેના પ્રતિનિધિમંડળે ‘AmdavadNXT’ પ્રદર્શનની મુલાકાત લીધી
કોમનવેલ્થ કનેક્ટ ફોરમ અંતર્ગત યુકેના પ્રતિનિધિમંડળે ‘AmdavadNXT’ પ્રદર્શનની મુલાકાત લીધી

કોમનવેલ્થ કનેક્ટ ફોરમ અંતર્ગત યુકેના પ્રતિનિધિમંડળે ‘AmdavadNXT’ પ્રદર્શનની મુલાકાત લીધી

0
Social Share

અમદાવાદ, 23 ફેબ્રુઆરી, 2026: AmdavadNXT exhibition કોમનવેલ્થ કનેક્ટ ફોરમના ભાગરૂપે ભારતની મુલાકાતે આવેલા યુકેના વેસ્ટ મિડલેન્ડ્સના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાયેલા ‘AmdavadNXT’ પ્રદર્શનની મુલાકાત લીધી અને શહેરના વરિષ્ઠ અધિકારીઓ તેમજ શહેરી પરિવહન ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કરી હતી.

પ્રતિનિધિમંડળે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)ના ચેરમેન આઈ.પી. ગૌતમ તેમજ શહેરના અર્બન મોબિલિટી ઇકોસિસ્ટમ સાથે જોડાયેલા નિષ્ણાતો અને સ્ટેકહોલ્ડર્સ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ મુલાકાત દરમિયાન ટકાઉ પરિવહન વ્યવસ્થા, જાહેર પરિવહનનું એકીકરણ, રિવરફ્રન્ટ વિકાસ તથા 2030ના કોમનવેલ્થ ગેમ્સની પૂર્વ તૈયારીમાં અમદાવાદને વૈશ્વિક સ્તરે સ્થાપિત કરવાની દિશામાં જ્ઞાન-આદાનપ્રદાન પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.

AmdavadNXT exhibition
AmdavadNXT exhibition

આ પણ વાંચોઃ એએમસી દ્વારા સિટી મોબિલિટી વિષય પર ત્રણ દિવસીય ‘AmdavadNXT’ પ્રદર્શન યોજાશે

પ્રતિનિધિમંડળે શહેરના પરિવહન વિકાસની યાત્રા દર્શાવતા પ્રદર્શન સ્ટોલ્સ — AMTSથી લઈને BRTS અને મેટ્રો સુધીના વિકાસનું અવલોકન કર્યું તેમજ સર્વસમાવેશક અને હવામાન-પ્રતિકારક પરિવહન પ્રણાલી માટેના ભવિષ્યના માર્ગો પર વિચારવિમર્શ કર્યો.

પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે અમદાવાદ સુરક્ષિત, સરળ અને વૈશ્વિક સ્પર્ધાત્મક શહેરી પરિવહન વ્યવસ્થાના આધારસ્તંભ તરીકે જાહેર પરિવહન મજબૂત કરવા પ્રતિબદ્ધ છે.

તેમણે ઉમેર્યું કે AmdavadNXT જેવા પ્લેટફોર્મ્સ આંતરરાષ્ટ્રીય સહકાર, જ્ઞાન વહેંચણી અને ભાગીદારી માટે મહત્વપૂર્ણ તકો ઊભી કરે છે, જે કોમનવેલ્થના ટકાઉ શહેરી વિકાસના સંયુક્ત લક્ષ્યો સાથે સુસંગત છે.

વેસ્ટ મિડલેન્ડ્સના પ્રતિનિધિમંડળે અમદાવાદના એકીકૃત પરિવહન આયોજન અને AmdavadNXT જેવી પહેલ દ્વારા નાગરિક ભાગીદારીને પ્રોત્સાહન આપવાના પ્રયાસોની પ્રશંસા વ્યક્ત કરી.

વેસ્ટ મિડલેન્ડ્સના પ્રતિનિધિમંડળે ‘AmdavadNXT’ મુલાકાત બાદ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની સ્થળ મુલાકાત પણ લીધી હતી. આ અવસરે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તથા ચેરમેન આઈ.પી. ગૌતમ દ્વારા પ્રતિનિધિમંડળને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કલ્પના, આયોજન, અમલીકરણ અને શહેરના સામાજિક-આર્થિક વિકાસ પર પડેલા સકારાત્મક પ્રભાવ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

AmdavadNXT exhibition
AmdavadNXT exhibition

આ પણ વાંચોઃ પીએમ નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના નાગરિકોને લખ્યો પત્રઃ જાણો શું કહ્યું?

પ્રતિનિધિમંડળે આ પ્રોજેક્ટને શહેરી પુનર્વિકાસનું ઉત્તમ ઉદાહરણ ગણાવી તેની દૃષ્ટિ, સુવ્યવસ્થિત આયોજન અને નાગરિક કેન્દ્રિત અભિગમની પ્રશંસા પણ વ્યક્ત કરી હતી.

એએમસી દ્વારા SHIFT ટ્રાન્સપોર્ટ કોએલિશન હેઠળ WRI India, TUL Foundation, UrbanVoices, aProCh, MYBYK, Momentum Shifts અને અન્ય સંસ્થાઓના સહયોગથી આયોજિત AmdavadNXT અમદાવાદમાં ભવિષ્યના પરિવહન અંગે સંવાદ, નવીનતા અને આંતરરાષ્ટ્રીય જોડાણ માટે મહત્વપૂર્ણ મંચ તરીકે કામગીરી ચાલુ રાખે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code