Homeગુજરાતીગુજરાતરાજકોટમાં ગ્રાહક બનીને જવેલર્સમાં ચોરી કરતા બંટી-બબલી પકડાયા

રાજકોટમાં ગ્રાહક બનીને જવેલર્સમાં ચોરી કરતા બંટી-બબલી પકડાયા

રાજકોટ, 31 મે, 2026 : Bunty and Babli caught stealing from jewelers  શહેરના મવડી મેઈન રોડ પર વિશ્વેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલી ‘શ્રી મહાલક્ષ્મી જ્વેલર્સ’ નામની દુકાનમાંથી બંટી બબલી ગ્રાહકના સ્વાંગમાં આવી સોનાની બુટ્ટીની ચોરી કર્યા અંગેની ફરિયાદ નોંધાયા બાદ માલવીયાનગર પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરીને બંટી-બબલીને ઝડપી લીધા હતા.પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલો મુદામાલ તેમજ બાઈક મળી કુલ 1.35 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ આરોપી વિરુધ્ધ અગાઉ વર્ષ 2009માં ધારી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું સામે આવ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે, રાજકોટ શહેરમાં ગઈ તારીખ 26 મે, 2026ના રોજ માલવીયાનગર પોલીસ સ્ટેશનથી તદ્દન નજીક આવેલા ‘શ્રી મહાલક્ષ્મી જ્વેલર્સ’માંથી કોઈ અજાણ્યા શખ્સ સોનાની બુટી ચોરી ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે CCTV ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી. દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ચોરીને અંજામ આપનાર બંટી-બબલી ટાગોર મેદાન નજીક ઉભા છે, જેથી તાત્કાલિક બન્ને ઝડપીને તેની પાસેથી ચોરી કરેલી સોનાની બુટી મળી આવી હતી. જેથી પોલીસે આરોપીને પોલીસ સ્ટેશન લાવી પૂછતાં તેમનું નામ સાજીદ કેરૂન અને અનીશા કેરૂન હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરી કરેલી સોનાની બુટ્ટી અને બાઈક મળી કુલ 1.35 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસ દરમિયાન આરોપી સાજીદ કેરૂન વિરુધ્ધ અગાઉ વર્ષ 2009માં અમરેલી જિલ્લાના ધારી પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું સામે આવ્યું છે.

સંબંધિત લેખો

Most Popular