Site icon Revoi.in

અમદાવાદમાં SG હાઈવેને ડસ્ટ ફ્રી અને આઈકોનિક બનાવવા UN મહેતા ફાઉન્ડેશન ખર્ચ કરશે

Social Share

અમદાવાદ, 6 ફેબ્રુઆરી 2026:  શહેરના એસજી હાઈવેને નવિનીકરણ કરવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં હાઈવેની આજુબાજુ ટ્રી પ્લાન્ટેશન અને વોક વે સહિતની સુવિધા સાથે બ્યુટિફિકેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં ઈસ્કોનથી પકવાન સુધીનો રોડ ડેવલોપ કરવામાં આવ્યો છે. આ રોડની ડિઝાઇનથી લઈ બ્યુટીફિકેશન સહિતની કામગીરી યુ.એન મહેતા ફાઉન્ડેશનને સોંપવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય લીધો છે. એસજી હાઇવેના આઇકોનિક રોડના ડિઝાઇનથી લઇ તમામ કન્સલ્ટિંગ વગેરે યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા ખર્ચ કરવામાં આવશે જેનાથી એએમસીને રૂપિયા 20થી 25 કરોડ રૂપિયાની બચત થશે.

અમદાવાદના સરખેજથી ગાંધીનગર સુધીનો એસજી હાઈવે સતત ટ્રાફિકથી ધમધમતો રહેતો હોય છે. આ હાઈવે પરના તમામ ક્રોસ રોડ પર બ્રિજ બનાવી દેતા હવે ગાંધીનગર પહેંચવું એકદમ સરળ બની ગયું છે. એસજી હાઈવેને આઈકોનિક બનાવવામાં આવી રહ્યો છે. આ અંગે મ્યુનિના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, એસ.જી હાઈવેને સનાથલ સર્કલથી શરૂ કરી ગાંધીનગરના જી-7 સર્કલ સુધીનો આખો રોડ ડેવલોપ કરાશે.  સનાથલથી ગાંધીનગર સુધીનો એસ.જી હાઈવેને યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા ડેવલોપ કરવામાં આવશે અને કન્સલટન્સીનો તમામ ખર્ચ યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે.

શહેરના એસ જી હાઇવે પર આઇકોનિક રોડમાં લેન્ડસ્કેપિંગ, ગજેબો, ઈસ્કોનથી પકવાન સુધીનો રોડ ડેવલોપ કરવામાં આવ્યો એવો નવતર 30 કિમીનો રોડ એસ.જી હાઈવે બ્યુટિફિકેશન સાથે તૈયાર થશે. કન્સલટન્ટ, લેન્ડ સ્કેપ કન્સલ્ટન્ટ, આર્ટ કન્સલ્ટન્ટ, એડવટાઇઝમેન્ટ કન્સલ્ટન્ટ, લાઇટીંગ કન્સલ્ટન્ટ એમ.ઈ.પી. કન્સલટન્ટ, સર્વે એજન્સીઓ વિગેરેની નિમણુંક, પ્લાનીંગ અને ડિઝાઇનીંગ સહિતની તમામ કામગીરી યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા કરાશે.

Exit mobile version